રાજકોટમાં 24 કલાકમાં 25નાં મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4830 પર પહોંચી, 1135 સારવાર હેઠળ, જયંતિ રવિ રાજકોટમાં

0
14

અમદાવાદ, વડોદરા અને સુરત બાદ હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજકોટમાં 24 કલાકમાં 25 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં જ 4830 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7 હજારને પાર પહોંચી ગઈ છે. રાજકોટમાં હાલ 1135 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરૂવારે 202 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. સંક્રમણ વધતા જયંતિ રવિએ પણ રાજકોટમાં ફરી એકવાર ધામા નાખ્યાં છે.

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા જયંતિ રવિ રાજકોટમાં

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ફરી રાજકોટમાં ધામા નાખ્યા છે. ગુરૂવારે સિવિલ હોસ્પિટલમાં તબીબો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આજથી ચોથા રાઉન્ડનો સર્વે હાથ ધરશે. તેમજ કોરોનાની સારવાર અંગે તબીબો સાથે બેઠક કરી જરૂરી સૂચનો કરશે.

રાજકોટમાં 91 અને ગ્રામ્યમાં 291 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતા રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભગવતીપરા મેઈન રોડ, નવયુગપરા દૂધસાગર મેઈન રોડ, આંબેડકર નગર મેઈન રોડ, ગોંડલ રોડ, આર્યનગર, સોમનાથ સોસાયટી રૈયા રોડ, અલકાપુરી સોસાયટી કુવાડવા રોડ, ન્યુ સાગર સોસાયટી કોઠારિયા મેઈન રોડ, ગવલી વાડ વિસ્તાર ઓમ નગર, બ્લોક નં -9, વૃંદાવન સોસાયટી, માધાપર સહિત 91 વિસ્તાર, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આદમજી રોડ-જસદણ, ચૌરા પાસે-ખોખડદડ, અક્ષરધામ સોસાયટી, વેરાવળ-તા-કોટડાસાંગાણી, ખીજડા શેરી- ગોંડલ, સુભાષ ચોક-નવાગઢ-જેતપુર, હીરપરા વાડી-ધોરાજી સહિત 291 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

મનપાના 21 આરોગ્ય કેન્દ્રના OPDમાં રોજ 2 હજારથી વધુ લોકોની વિનામૂલ્યે સારવાર

રાજકોટ મહાનગપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રમાં કોરોના અંગેની તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોનાનાં કોઈ પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો ગભરાયા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને ટેસ્ટિંગ કરાવવું જોઈએ. જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો પ્રાથમિક તબક્કાથી જ સારવાર મેળવી શકાય. જેનું ઘણું સારૂ પરિણામ મળી રહ્યું છે. મનપાના 21 આરોગ્ય કેન્દ્ર ખાતે રોજ 2 હજારથી વધુ લોકો અલગ અલગ બીમારી માટે ચેકઅપ અને સારવાર માટે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here