Saturday, November 2, 2024
Home25 વર્ષીય ચાર્ટડ અકાઉન્ટન્ટ અમિત ચોપરાએ નોકરી છોડી સ્ટીલ કંપની શરૂ કરી,...
Array

25 વર્ષીય ચાર્ટડ અકાઉન્ટન્ટ અમિત ચોપરાએ નોકરી છોડી સ્ટીલ કંપની શરૂ કરી, પહેલા જ વર્ષમાં 10 કરોડ બનાવ્યા

- Advertisement -

બેંગ્લુરુનો અમિત ચોપરા ચાર્ટડ અકાઉન્ટન્ટ છે. 25 વર્ષીય અમિતે ઘણી મલ્ટિનેશનલ કંપનીમાં કામ કર્યું છે પરંતુ તેને હંમેશાંથી પોતાનો ધંધો શરૂ કરવો હતો. તેણે પોતાની નોકરી મૂકી એક નવા જ ધંધામાં ઝંપલાવ્યું. તે ધારત તો અકાઉન્ટસી ફર્મ કે કન્સલ્ટન્સી ફર્મ શરૂ કરી શક્યો હોત પરંતુ તેણે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી. તે એવા ધંધામાં સામેલ થવા માગતો હતો જેમાં ક્યારેય મંદી ન આવે અથવા બંધ ન પડે. રિસર્ચને અંતે તેણે બેંગુલુરુમાં જ 2018માં ‘કેસર ઇન્ટરનેશનલ’ નામની સ્ટીલ કંપની શરૂ કરી. તેની કંપનીએ પહેલા જ વર્ષમાં 10 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી.

30 લાખથી શરૂઆત
અમિત ચોપરાએ યોગ્ય રિસર્ચ કરીને સ્ટીલ માર્કેટમાં એન્ટ્રી લેવાનું નક્કી કર્યું. તે સ્ટીલ પ્રોડ્યૂસર બનીને મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા ન માગતો ન હતો. તેણે 30 લાખ રૂપિયા પોતાના સેવિંગ અને ફેમિલી, ફ્રેન્ડ્સ પાસેથી ભેગા કરી ‘કેસર ઇન્ટરનેશનલ’ની સ્થાપના કરી. બેંગ્લુરુમાં સ્ટીલ માર્કેટ ઘણું વિકસિત છે અને અમિતનો જન્મ અને ઉછેર ત્યાં જ થયો હોવાથી બેંગ્લુરુ સાથે તેનું ઈમોશનલ કનેક્શન હોવાથી પણ તેણે ત્યાં જ કંપની શરૂ કરી.

અમિતે પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ વગેરે રાજ્યમાંથી સ્ટીલ મગાવી તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે બેંગ્લુરુ આસપાસ હિન્દુપુર, આનેકલ વગેરે જગ્યાએ આવેલી રોલિંગ મિલ્સને કામ મુજબ ભાડે રાખી લીધી.

શું કરે છે ‘કેસર ઇન્ટરનેશનલ’?
અમિત ચોપરાની કંપની સ્ટીલ પ્રોડક્ટ નથી બનાવતી. તે માત્ર સ્ટીલનો સોર્સ કરી ક્લાઈન્ટની જરૂરિયાત મુજબ તેને મિલ્સમાં પ્રોસેસ કરવા આપી દે છે. તે માત્ર અંતિમ પ્રોડક્ટને ક્લાઈન્ટ સુધી પહોંચાડે છે. એટલે કે તે સ્ટીલ બીજા રાજ્યમાંથી મગાવે છે, તે સ્ટીલમાંથી સ્ટીલ એન્ગલ્સ, સળિયા, બીમ્સ વગેરે બેંગ્લુરુ આસપાસની મિલ્સમાં બનાવડાવે છે. આ પ્રોડક્ટ્સ બની ગયા બાદ ‘કેસર ઇન્ટરનેશનલ’ તેના ક્લાઈન્ટને સપ્લાય કરે છે.

સ્ટીલ સપ્લાય કરવાનો વિચાર કઈ રીતે આવ્યો
અમિત ચોપરાને રિસર્ચમાં જાણ થઇ કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પૈસો છે. રિસર્ચ કરતાં તેને ખબર પડી કે, બાંધકામ માટે જરૂરી સ્ટીલ પ્રોડક્ટ્સ બિલ્ડર્સને મળતી નથી. તેણે જાણ્યું કે, બિલ્ડર્સ પાસે પૈસા તો છે પરંતુ એવો કોઈ સોર્સ નથી જે તેમને એકદમ તેમની જરૂરિયાત મુજબની જ યોગ્ય વસ્તુ આપે. માટે અમિતે તેમને તેમની જરૂરિયાત મુજબની યોગ્ય પ્રોડક્ટ સપ્લાય કરવાનો નિર્ણય લીધો. આ કંપની માત્ર પ્રોજેક્ટ બેઝ કામ કરે છે. રોલિંગ મિલ્સ સાથે ક્લાઈન્ટની જરૂરિયાત મુજબ ટાઈ અપ કરે છે.

અમિત માને છે કે, ઈન હાઉસ ઉત્પાદન કરવું અને ક્લાઈન્ટની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝેશન બન્ને કરવું મુશ્કેલ છે. તેમાં ગુણવત્તા જાળવી રાખવામાં તકલીફ પડે છે પરંતુ મારા બિઝનેસ મોડેલ સાથે અમે ગુણવત્તા સાથે પ્રોડક્ટ્સ આપી શકીએ છીએ.

બિલ્ડર્સ જ નહીં કોચ અને શિપ બનાવનારા પણ તેના ક્લાઈન્ટ
અમિતની કંપની પાસે માત્ર બિલ્ડર્સ જ નહીં પરંતુ કોચ બનાવનાર કંપનીઓ અને જહાજ બનાવતી કંપનીઓ પણ આવે છે. પહેલા જ વર્ષમાં તેની પાસે ‘પ્રેસ્ટિજ’, ‘શોભા’ જેવા મોટા ક્લાઈન્ટ હતા. એક જ વર્ષમાં અમિતની કંપનીએ 10 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી લીધી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular