ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરીંગ કરતા વલસાડના 25 વર્ષીય યુવકનું કાર અકસ્માતમાં મોત.

0
0

ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા વલસાડના અબ્રામાના યુવાનનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. બે કાર સામેસામે ટકરાતા વિદ્યાર્થીની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સ્થળ પર જ મોત થયું હતું. હાલ તો તેના મૃતદેહને વતન પરત લાવવા તજવીજ ચાલી રહી છે.

હોલ્ડન યુટે કારના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
(હોલ્ડન યુટે કારના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.)

મૃતક યુવક એન્જિનિયરિંગ કરી પીઆર માટે અરજી કરવાનો હતો

મળતી માહિતી પ્રમાણે, વલસાડના અબ્રામાં ખાતે આવેલી માર્બલ ફેક્ટરી પાસે રહેતા મહેશભાઈ સોંલકીનો એકનો એક પુત્ર ભાર્ગવ(ઉ.વ.25) છેલ્લા 4 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો. ભાર્ગવ મોનાસ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરી પીઆર માટે અરજી કરવાનો હતો.

સામેથી આવતી કારે ટક્કર મારી

ભાર્ગવ ગત 22મીના રોજ રાત્રે તેની નિશાન કારમાં સવાર થઈને ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન મેલબોર્નના એલવૂડ વિસ્તારમાં હોલ્ડન યુટે કારમાં સવાર ચાલકે બેફામ ઝડપે હંકારીને ભાર્ગવની કારને ટક્કાર મારી હતી. આ સર્જાયેલા ભયંકર અકસ્માતમાં ભાર્ગવનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. વિકટોરિયા પોલીસે અકસ્માત સર્જનાર હોલ્ડન યુટે કારમાં સવાર 23 અને 24 વર્ષના બે યુવાનોની અટકાયત કરી છે.

મૃતકના મિત્રો દ્વારા મદદ માટે સોશિયલ મીડિયામાં મેસેજ પણ ફરતો કરાયો

અકસ્માતની જાણ થતા ઓસ્ટ્રેલિયામાં રહેતા મૃતક ભાર્ગવના મિત્રો અને અન્ય ભારતીય મૂળના રહીશોએ ભાર્ગવના મૃતદેહને વતન ભારત પહોંચાડવા માટી જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભાર્ગવના મિત્રો દ્વારા મદદ માટે સોશિયલ મીડિયામાં મેસેજ પણ ફરતો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ અઠવાડિયામાં મૃતદેહ વતન પરત ફરે તેની શક્યતાઓ જોવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here