Thursday, April 18, 2024
Homeકોરોનાના નવા સ્ટ્રેનના જોખમ વચ્ચે UKથી આવ્યા 256 મુસાફરો, નવા સ્ટ્રેનના અત્યાર...
Array

કોરોનાના નવા સ્ટ્રેનના જોખમ વચ્ચે UKથી આવ્યા 256 મુસાફરો, નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં 75 કેસ નોંધાયા

- Advertisement -

દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના વધતાં કેસો વચ્ચે બ્રિટનથી ભારતની ફ્લાઈટ શરૂ થઈ છે. શુક્રવારે દિલ્હી પહોંચેલી UKની પહેલી ફ્લાઇટમાં 256 મુસાફરો આવ્યા હતા. સરકારે આજથી બ્રિટનથી ભારત માટેની ફ્લાઈટ શરૂ કરી છે. અગાઉ, ભારતથી બ્રિટન જનારી ફ્લાઇટ્સ 6 જાન્યુઆરીથી જ શરૂ થઈ હતી. જ્યારે, ભારતમાં કોરોનાના યુકેવાળા સ્ટ્રેનના કેસ વધીને 75 થઈ ગયા છે.

મુસાફરો અને ક્રૂ મેમ્બરોનો ટેસ્ટ ફરજિયાત

બ્રિટનથી આવેલ ફ્લાઇટના તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો માટે સરકારે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ માટે એરપોર્ટ પર જ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને તેમના કોરોના રિપોર્ટ આવે ત્યારે જ એરપોર્ટથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે.

સપ્તાહમાં 30 ફ્લાઇટ્સ અવર-જવર થશે

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે દર અઠવાડિયે 30 ફ્લાઇટ્સની અવર-જવર કરવામાં આવશે. 15 ભારત તરફથી અને 15 બ્રિટનથી ઉપડશે. જ્યારે, દિલ્હી એરપોર્ટ દ્વારા મુસાફરોએ તેમની કનેક્ટિંગ ફ્લાઇટ્સ માટે લગભગ 10 કલાકનું અંતર રાખવા અપીલ કરવામાં આવી છે.

કેજરીવાલે કહ્યું- 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લંબાવવામાં આવે

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રએ પ્રતિબંધ હટાવવા અને બ્રિટનની ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટનમાં કોરોનાની ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે બ્રિટનની ફ્લાઇટ્સ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લંબાવવામાં આવે.

કેન્દ્રએ 23 ડિસેમ્બરે લગાવ્યો હતો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગયા મહિને બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ 23 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી બ્રિટનની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બ્રિટનથી આવેલા લોકો માટે અલગ ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી હતી.

કોરોનાનો UK સ્ટ્રેન પહેલાના વાઇરસ કરતાં 70% વધુ જોખમી

​​​​​​​નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાઇરસમાં સતત પરિવર્તન (સ્વરૂપમાં બદલાવ) થતો રહે છે એટલે કે તેના ગુણધર્મો બદલાતા રહે છે. પરિવર્તનશીલ હોવાના કારણે મોટાભાગનાં સ્વરૂપો સ્વયં નષ્ટ થઈ જાય છે, પરંતુ ક્યારેક-ક્યારેક પહેલા કારના અનેક ગણો શક્તિશાળી અને જોખમી થઈ જાય છે. આ પ્રક્રિયા એટલી ઝડપી થાય છે કે વૈજ્ઞાનિક એક સ્વરૂપને સમજી નથી શકતા ત્યાં વાઇરસનું બીજું સ્વરૂપ સામે આવી જાય છે. વિજ્ઞાનીઓનો અંદાજ છે કે બ્રિટનમાં મળેલા કોરોનાનું નવો સ્ટ્રેન પહેલાંના કરતા 70% વધુ જોખમી હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular