26મી જાન્યુઆરી પહેલાં દેશના બે મોટા નેતાની હત્યા કરવા આવેલા 3 શાર્પશુટર ઝડપાયા

0
33

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આઈએસઆઈના ષડ્યંત્રનો ભાંડો ફોડ્યો છે. પોલીસ દિલ્હીમાંથી ત્રણ શાર્પશુટરને ઝડપી પાડ્યા. પોલીસ પકડમાં આવેલા શાર્પશુટર 26મી જાન્યુઆરી પહેલા દેશના બે મોટા નેતાની હત્યા કરવાના પ્લાનિંગમાં હતા. પોલીસ પકડમાં આવેસા આ શખ્સમાંથી એક શખ્સ અફઘાનિસ્તાનનો નાગરિક પણ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી શખ્સો પાકિસ્તાનના ડોન રસૂલ ખાનના સાગરિતો છે. પોલીસ પકડમાં આવેલા શખ્સમાં મોહમ્મદ સબૈફી, શેખ રિયાજુદ્દીન અન મુહાસિમનો સમાવેશ થાય છે. સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પોલીસે રસૂલ પાર્ટી અને દક્ષિણ ભારતના એક શખ્સ વચ્ચે થયેલી વોતને ફોન પર ઈન્ટરસેપ્ટ કરી હતી. જેમા નેતાઓની હત્યા અંગે વાતચીત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here