Sunday, December 5, 2021
Home260 કરોડના કૌભાંડનો કેસમાં ભાર્ગવી શાહનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવા CIDની કોર્ટમાં...
Array

260 કરોડના કૌભાંડનો કેસમાં ભાર્ગવી શાહનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવા CIDની કોર્ટમાં માગ

અમદાવાદ: આરોપીઓ સાથેની વાતચીતની સંખ્યાબંધ ટેપને ધ્યાને લઇ વધુ પુરાવા એકઠા કરવા માટે સીઆઇડી ક્રાઇમે 260 કરોડના કૌભાંડમાં ભાર્ગવી શાહની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવા માટે કોર્ટ સમક્ષ માગ કરી છે. કોર્ટે ભાર્ગવી શાહને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 16મી પર મુલત્વી રાખી છે.

આરોપીઓ દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથે ઠગાઇ કરવામાં આવી છે

વોઇસ સ્પેક્ટ્રોગ્રાપી ટેસ્ટ કરાવવા માટે કોર્ટ પાસે મંજુરી માગી

260 કરોડના છેતરપિંડી કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે અનેક મહત્વના પુરાવા એકઠા કર્યા છે. ત્યારે તેમાં આરોપીઓ દ્વારા સ્વપ્નીલ રાજપુત સહિત અન્યો સાથે વાતચીત કર્યાની ટેપ પણ મળી આવી છે. ભાર્ગવી શાહ દ્વારા પણ કરાયેલી વાતચીતની ટેપ પોલીસે કબજે લીધી છે. ત્યારે આ કેસમાં તપાસ અધિકારી દ્વારા ભાર્ગવી શાહનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાપી ટેસ્ટ કરાવવા માટે કોર્ટ પાસે મંજુરી માગી છે. જેમાં સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, આરોપીઓ દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથે ઠગાઇ કરવામાં આવી છે. આરોપી હાલ જેલમાં છે. જેથી જેલમાંથી આરોપીની 22મીએ પોલીસ કસ્ટડી મેળવવા માટે પરવાનગી આપવા વિનંતી કરવામાં આવે છે.

પોલીસ સ્વપ્નીલ રાજપૂતનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવી શકે છે

પોલીસ આ કેસમાં સાયન્ટીફીક પુરાવા ભેગા કરી રહી છે. ત્યારે સંખ્યાબંધ ઓડિયોમાં ભાર્ગવી અને વિનય સાથે સ્વપ્નીલ રાજપૂતે વાત કર્યાનું ખુલ્યું છે. તે સંજોગોમાં આરોપીઓ સાથે વાતચીની તપાસ માટે સ્વપ્નીલ રાજપૂતનો પણ વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ માટે પોલીસ કોર્ટમાં જાય તેવી શક્યતા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments