અમદાવાદ : સૈજપુર બોધા વિસ્તારમાં 265 બોટલ દારૂ અને 125 નંગ બિયર કબજે કરાઈ

0
2

અમદાવાદ. શહેરમાં અનલોક 1 બાદ દારૂની રેલમછેલ થઈ રહી છે. અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં વહીવટદારોની રહેમનજર હેઠળ દારૂ વેચાઇ રહ્યો છે ત્યારે PCB આવા બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે. સરદારનગર પોલીસ સ્ટેશન હદમાં આવતા સૈજપુર બોધા વિસ્તારમાં અપના ઘર સોસાયટીમાં ઝાડી ઝાંખરામાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો PCBએ પકડ્યો છે પોલીસે 265 બોટલ દારૂ અને 125 નંગ બિયર મળી કુલ 39 હજારનો મુદ્દામાલ કર્યો કબજે કર્યો છે. કુબેરનગર મહાજનીયા વાસમાં રહેતા શશી છારા અમે મયુર છારા નામના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.