Tuesday, December 7, 2021
Home27 કરોડના હીરા લઇને ફરાર આરોપી મુંબઇમાંથી ઝડપાયો, કુંભ મેળામાં સાધુના વેશે...
Array

27 કરોડના હીરા લઇને ફરાર આરોપી મુંબઇમાંથી ઝડપાયો, કુંભ મેળામાં સાધુના વેશે પણ સંતાયો હતો

મુંબઇ :  મુંબઇના 23થી વધુ હીરાના વેપારીઓ પાસેથી આશરે 26 કરોડ, 91 લાખના હીરાની ઠગાઇ કરીને નાસતો ફરતો હીરાદલાલ યતીશ પિચઢિયાને પોલીસે ઝડપી લીધો હતો. હાલમાં ચાલી રહેલા પ્રયાગરાજ ખાતેના કુંભ મેળામા યતીશ સાધુવેષમાં ફરી રહ્યો હતો. મુંબઇ પોલીસને આ વિશે જાણ થતા યતીશ અને તેની ગેન્ગના પાંચ સાગરિતોને દબોચી લેવામાં આવ્યા છે. આ ઠગ ટોળકી પાસેથી કુલ રૂ.21 કરોડના હીરાઓ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ડીસીપી અનિલ કુંભારેએ જણાવ્યુ કે આરોપી 23 હીરાના વેપારીઓનો માલ લઇને ભાગ્યો હતો, અને આ સંબધિત ફરિયાદ 11 ડિસેમ્બર,2018માં યતીશ સામે મુંબઇમાં કરવામા આવી હતી.

આરોપી યતીશ મુંબઇ પોલીસની નજરમાં પહેલેથી હતો

મુંબઇ પોલીસે યતીશની ધરપકડની વિગતો આપતા જણાવ્યું કે મુખ્ય આરોપી યતીશ પિચઢિયા મુંબઇથી પ્રયાગરાજ પહોંચીને સાધુના કપડામાં છુપાયેલો હતો. પોલીસે એનો પીછો કરતા પહેલા કુંભમેળામાં અને ત્યારબાદ મુંબઇના કલ્યાણ સુધી પહોંચ્યા હતા. જેવો યતીશ ટ્રેનથી નિકળ્યો કે મુંબઇ પોલીસે એને ઝડપી લીધો હતો. પોલીસે યતીશની કડક હાથે પૂછપરછ કરતા તેના અન્ય 5 સાથીઓની પણ રૂ.21 કરોડ 38 લાખના હીરા સાથે ધરપકડ કરી હતી.

યતીશે કાયદાકીય રીતે બચવાની તૈયારી રાખી હતી

ડીસીપી કુંભારે યતીશ અંગે એક ચોંકાવનારી વાત જણાવતા કહ્યું કે કરોડો રૂપિયાના હીરાની ચોરીનો પ્લાન તેણે ત્રણ મહિના પહેલા જ બનાવી રાખ્યો હતો. હીરા ચોરી કર્યા બાદ તે પોલીસને ગેરમાર્ગે દોરવામાં ત્રણ મહિના સફળ રહ્યો હતો. જો તેની ધરપકડ થાય તો  કેવી રીતે બચી શકાય તેની કાયદાકીય સલાહ પણ તેણે લઇ રાખી હતી. યતીશ કુંભસ્નાન કર્યા બાદ સાધુવેશે અજમેર, મથુરા, દિલ્હી, ચંદીગઢ, શિમલા અને ભુવનેશ્વર જેવા શહેરોમાં પણ મુલાકાતે ગયો હતો. યતીશની સાથે તેના આરોપી સાગરીતો- સુરેશ મંદિશિયા, કમિલ કુરેશી, ઇમરાન ખાન, કેતન પરમાર અને વિશાલ શ્રીવાસ્તવની પણ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓ મુંબઇ અને ઠાણેના રહેવાસીઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments