27-28 ફેબ્રુઆરીના વિયેતનામમાં મળશે ટ્રમ્પ-કિમ, 8 મહિના બાદ બીજી મુલાકાત

0
33

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન 27-28 ફેબ્રુઆરીના રોજ વિયેતનામમાં મળશે. ટ્રમ્પે કોંગ્રેસમાં સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચમાં તેની જાહેરાત કરી. આ પહેલાં બંને નેતા 12 જૂનના રોજ સિંગાપોરમાં મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓની વચ્ચે 90 મિનિટ સુધી વાતચીત થઇ હતી.

સિંગાપોરમાં કરાર પર હસ્તાક્ષર થયા હતાં

નોર્થ કોરિયા સાથે સંબંધો સારા રહ્યાં
  • ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયાના મુદ્દે હજુ પણ ઘણું કામ બાકી છે. પરંતુ કિમ જોંગ ઉનની સાથે મારાં સંબંધો સારા રહ્યા છે. જો કે, ટ્રમ્પે નોર્થ કોરિયાને ચેતવણી પણ આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે, જો હું અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ના ચૂંટાયો તો આવનારા સમયમાં નોર્થ કોરિયાની સાથે યુદ્ધ પણ થઇ શકે છે. ટ્રમ્પ-કિમની વિયેતનામની મુલાકાત ક્યારે થશે, તે હજુ સુધી નક્કી નથી.
  • વિયેતનામની રાજધાની હનોઇ અને કોસ્ટલ સિટી દા નાંગના નામ પર ચર્ચા ચાલી રહી છે. રોયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, બુધવારે અમેરિકા તરફથી ટોચના વાટાઘાટકાર સ્ટીફન બીગન અને નોર્થ કોરિયાના કિમ હ્યોક ચોલ સાથે મુલાકાત કરશે.
ગત વર્ષે 90 મિનિટની સમિટ

સિંગાપોરના સેન્ટોસા દ્વિપના કાપેલા હોટલમાં બંને નેતાઓની મુલાકાત અંદાજિત 90 મિનિટ ચાલી. જેમાં 38 મિનિટની પર્સનલ વાતચીત પણ સામેલ છે. તેમાં ટ્રમ્પે કિમને પૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે રાજી કરી લીધા હતા. આ માટે બંને નેતાઓએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

11 પ્રેસિડન્ટ નિષ્ફળ, ટ્રમ્પ સફળ
  • ટ્રમ્પ અમેરિકાના 12માં એવા પ્રેસિડન્ટ છે જેઓને નોર્થ કોરિયા સાથે વિવાદ દૂર કરવામાં સફળતા મળી. અમેરિકા નોર્થ કોરિયાની સાથે વિવાદને ખતમ કરવા માટે 65 વર્ષથી પ્રયત્નો કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના 11 પ્રેસિડન્ટ – આઇઝનહોવરથી લઇને જ્હોન એફ કેનેડી, લિન્ડન જ્હોનસન, રિચર્ડ નિક્સન, ગેરાલ્ડ ફોર્ડ, જિમી કાર્ટર, રોનાલ્ડ રીગન, જ્યોર્જ એચડબલ્યુ બુશ, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા નોર્થ કોરિયા સાથે કોઇ નિષ્કર્ષ પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.
  • 1953માં સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાની વચ્ચે ત્રણ વર્ષ ચાલેલા યુદ્ધનો અંત આવ્યો. તેમાં 9 લાખ સૈનિકો સહિત 25 લાખ લોકોનાં મોત થયા હતા. ત્યારબાદથી નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે વાતચીત બંધ હતી.
  • 1954માં જિનિવા કોન્ફરન્સમાં રશિયા (તે સમયે સોવિયેત સંઘ), ચીન, અમેરિકા, યુકે અને ફ્રાન્સ કોરિયાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એકઠાં થયા. તે સમયે અમેરિકાના પ્રેસિડન્ટ આઇઝનહૉવર હતા. મીટિંગમાં અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન ફોસ્ટર ડલેસનું જડ વલણ રહ્યું. તેઓએ ચીનની સાથે સીધી વાત કરવાની મનાઇ કરી દીધી. જેના કારણે કોઇ પરિણામ ના નિકળી શક્યું. ત્યારબાદ દરેક દાયકામાં પ્રયત્નો ચાલતા રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here