કોરોના ઈન્ડિયા : દેશમાં સંક્રમણના અત્યાર સુધી 27.66 લાખ કેસ : દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા 20 લાખને પાર, જે કુલ દર્દીઓના 73%.

0
0

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27 લાખ 66 હજાર 626 થઈ ગઈ છે.સાજા થયેલા દર્દીઓનો આંકડો પણ 20 લાખને પાર કરી ગયો છે. મંગળવારે રેકોર્ડ 60 હજાર 455 સંક્રમિત સાજા થયા છે. આ કુલ દર્દીઓના 73% છે. તો આ તરફ મંગળવારે 65 હજાર 24 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 11 હજાર 119 કેસની પુષ્ટી કરાઈ હતી. આંધ્રપ્રદેશ બીજા નંબરે રહ્યું હતું. અહીંયા 9 હજાર 652 નવા કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસથી ત્રણ ગણા સાજા થયેલા દર્દીઓની સંખ્યા

દેશમાં એક્ટિવ કેસની તુલનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે. અનલોક-2માં હવે જ્યારે એક્ટિવ કેસ 6 લાખ 76 હજાર 387 થઈ ગયા છે તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખ 36 હજાર 703 થઈ ગઈ છે.આ પહેલા લોકડાઉન-3માં એટલે કે 1 મેના રોજ 11 હજાર 707 એક્ટિવ કેસ હતા ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 29,453 હતી.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ ભોપાલમાં મંગળવારે 125 સંક્રમિત નોંધાયા. પૂર્વ નેશનલ હોકી ખેલાડી જાવેદ ઈકબાલ સહિત પાંચ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા. 62 વર્ષના ઈકબાલ 19 દિવસથી એઈમ્સમાં દાખલ હતા. રાજધાનીમાં કુલ સંક્રમિતોનો આંકડો 9 હજારને પાર(9106)પહોંચી ગયો છે. અહીંયા 259 લોકોના મોત થયા છે. હમીદિયા હોસ્પિટલના બ્લડ બેન્કમાં અત્યાર સુધી કોરોનાથી રિકવર થયેલા 30 લોકો પ્લાઝ્મા ડોનેટ કરી ચુક્યા છે.
દેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો. મોહન યાદવ પણ સંક્રમિત થઈ ગયા છે. તેમનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો, જ્યારે સોમવારે ઉજ્જૈનમાં તે ભગવાન મહાકાલની શાહી સવારીમાં સામેલ થયા હતા. આ દરમિયાન રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, સાંસદ અનિલ ફિરોજિયા સહિત ઘણા ભાજપના નેતા તેમની સાથે હતા.હાલ તેમને ઈન્દોરના અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંત્રી મોહન યાદવના સંક્રમિત થયા પછી રાજ્યના ઘણા ભાજપ નેતાઓએ પોતાને ક્વોરન્ટિન કરી લીધા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે 1300થી વધુ કેસ મળ્યા છે. મંગળવારે રેકોર્ડ 1347 કેસ અને 11 લોકોના મોત થયા છે. જયપુરમાં પહેલી વખત 247 દર્દી મળ્યા છે. મૃતકોમાં જયપુર-બીકાનેરના 3-3, બાડમેરના 2, અજમેર, ટોંક અને ગંગાનગરના 1-1 દર્દી હતા. છેલ્લા 24 કલાકમાં 1306 દર્દી સાજા પણ થયા છે, 1469ને રજા આપવામાં આવી છે.

બિહારઃ પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટની વ્યવસ્થા વિશેષ રીતે પટના એઈમ્સમાં હશે. હાલ કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે.પરંતપ પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટ પણ શરૂ થશે, કારણ કે કોરોનાથી સાજા થયા પછી ઘણી એવી બિમારીઓ દર્દીને હેરાન કરવા લાગે છે, જેની સારવારની જરૂર હોય છે. ખાસ કરીને કોરોનાના એવા સાજા થયેલા દર્દીઓને પરેશાની થાય છે જેમને સારવાર દરમિયાન ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રહેવું પડતું હતું.
તો આ તરફ પટના એઈમ્સના નોડલ ઓફિસર ડો. સંજીવ કુમારે જણાવ્યું કે, અહીંયા ચાર-પાંચ દર્દી એવા આવ્યા છે, જે સાજા થઈને જતા રહ્યા પરંતુ એ લોકોમાં ફરી કોરોનાના લક્ષણ મળી આવ્યા છે. આ દર્દીઓમાથી એવા દર્દીઓની સંખ્યા વધુ જેમને નિમોનિયા, ફેફસા અથવા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

મહારાષ્ટ્રઃમહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્યના તમામ ક્લેક્ટર્સને કહ્યું કે, તે મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના હેઠળ આવતી હોસ્પિટલ વિરુદ્ધ કોવિડ-19 દર્દીઓ પાસેથી વધુ ફી વસુલવા પર સખત વલણ અપનાવે. સરકારે કહ્યું કે, જો કોઈ હોસ્પિટલ આવું નહીં કરે તો તેની પાસેથી 5 ગણો દંડ વસુલાશે.

તો આ તરફ મુંબઈના ધારાવીમાં મંગળવારે 4 સંક્રમિત મળ્યા હતા. હવે અહીંયા 2,676 દર્દી થઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં દરરોજ 10થી ઓછા દર્દી સામે આવી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે, 2,333 દર્દી સારવાર બાદ સાજા થઈ ચુક્યા છે. હાલ 84 એક્ટિવ કેસ છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં એક મહિનાથી દરરોજ 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. મંગળવારે 4,218 નવા કેસ સામે આવ્યા છે. તો આ તરફ મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં ટેસ્ટીંગ વધારવા માટે કહ્યું છે. રાજ્યમાં દરરોજ 75થી 80 હજાર રેપિડ એન્ટીજન ટેસ્ટ અને 40 થી 50 હજાર RT-PCR ટેસ્ટ કરવામાં આવે. આ રીતે લગભગ 1 લાખ 25 હજાર ટેસ્ટ દરરોજ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here