Thursday, August 11, 2022
Home27% લોકો ટાલીયા લોકોને કદરૂપા અને 10% સંક્રમિત માને છે
Array

27% લોકો ટાલીયા લોકોને કદરૂપા અને 10% સંક્રમિત માને છે

- Advertisement -

સમાજ ટાલીયા લોકોને કેવી દૃષ્ટિથી જુએ છે તેને સમજવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીએ અમેરિકામાં 2 હજારથી વધારે લોકો પર ઓનલાઈન સર્વે કર્યો. સર્વેમાં સામે આવ્યું કે સમાજ ટલીયા લોકોને ખરાબ, કદરૂપા અને નાસમજ માને છે. દર 6માંથી એક વ્યક્તિ ટાલની સમસ્યાનો સામનો કરનાર વ્યક્તિ સાથે વાત કરવામાં અચકાય છે. સર્વેના આંકડાના જણાવ્યા પ્રમાણે, 6.2 ટકા લોકો ટાલીયા વ્યક્તિને નોકરી આપવામાં પણ અનુકુળતા અનુભવતા નથી.

ટાલ પડવાનું કારણ શું છે?

ટાલ પડવી એક બીમારી છે, જેને વિજ્ઞાનની ભાષામાં એલોપેશિયા કહેવામાં આવે છે. આ એક ઓટોઈમ્યુન ડિસીઝ છે. જેમાં શરીરને બીમારીથી બચાવતી ઈમ્યુન સિસ્ટમ જ હેર ફોલિકલ્સ પર અટેક કરવા લાગે છે. વાળ ઝડપથી ખરવા લાગે છે અને વ્યક્તિને ટાલ પડી જાય છે. એલોપેશિયાની હજી સુધી કોઈ સચોટ સારવાર શોધાઈ નથી.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ટાલ પડવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમાં ફેમિલી હિસ્ટ્રી, હોર્મોન્સમાં ફેરફાર, પોષક તત્ત્વોની ઊણપ, તણાવ જેવા કારણો સામેલ છે. તે સિવાય કેમિકલવાળા હેર પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરવાથી, વારંવાર શેમ્પૂ- ઓઈલ ફેરફાર અને હેર ઓઈલ ન લગાવવાથી પણ ટાલ પડી શકે છે.

સર્વેમાં લોકોએ શું કહ્યું?

30% લોકોએ કહ્યું, ટાલીયા લોકો બીમાર હોઈ શકે છે. 27%નું માનવું હતું કે, તેઓ કદરૂપા છે. તેમજ 10% લોકોનું કહેવું હતું કે, તેઓ સંક્રમિત છે. 4% લોકો તેને નામસજ અને અન્ય 4% તેને ખરાબ સમજે છે.

ટાલ પડવી સંક્રમિત થવું નથી

બ્રિટનના સાયકોલોજિસ્ટ ડૉ. કેરી મોન્ટગોમેરીના જણાવ્યા પ્રમાણે, એલોપેશિયાના દર્દીઓ પાસેથી ઘણી વાર સાંભળ્યું છે કે લોકો તેમની સાથે કેટલો ભેદભાવ કરે છે. તેમને એકધારી નજરે જુએ છે. તેમને સવાલ કરે છે અને તેમને ટિપ્પણી કરીને હેરાન કરે છે.

ડૉ. કેરીના જણાવ્યા પ્રમાણે, એવા લોકો જે બહાર નીકળવામાં અને સમજામાં લોકોને હળવા-મળવાનું ટાળે છે. સર્વેમાં જાણવા મળ્યું કે, ટાલીયા લોકો કયા પ્રકારનાં ભેદભાવનો સામનો કરે છે. લોકોમાં એક ભ્રમ છે કે કે ટાલીયા લોકો સંક્રમિત બીમારીનો સામનો કરી રહ્યા હોય છે, જ્યારે આ સંપૂર્ણપણે ખોટું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular