કોરોના : વર્લ્ડ : વિશ્વમાં 27 હજાર 365 લોકોના મોત, ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો, આ આંકડો વિશ્વના મોતનો 60%

0
9
  • અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા એકલાખથી વધારે
  • ઈટાલીમાં એક દિવસમાં 969 લોકોના મોત
  • ઈટાલીમા મૃત્યુઆંક 10 હજારે પહોંચવા આવ્યો
  • સ્પેનમાં મૃત્યુઆંક પાંચ હજારથી વધારે
  • ચીનના વુહાનમાં એક પણ કેસ નોંઘાયો નથી
  • વિશ્વભરમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક

ઈન્ટરનેશનલ ડેસ્ક: કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક પહોંચી ગઈ છે. મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. ઈટાલીમાં 86498 કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક 9134 થયો છે. અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે 174 મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને 2.9 મિલિયન ડોલર (21.7 કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વિશ્વમાં થયેલા કુલ મોતના 60 % છે.

ઈટાલીમાં એક દિવસમાં 969 લોકોના મોત મૃત્યુઆંક નવ હજારને પાર

ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ 86498 થઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અહીં એક દિવસમાં 969 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અત્યાર સુધીમાં 9134 લોકોએ જીવ ગુમાવ્યો છે. 24 કલાકમાં 589 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે અહીં 4401 લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ અહીં 3732 લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. 3 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ટ્રમ્પે એક કલાક ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને કેવી રીતે એટકાવવો તેના માટે એક કલાક ફોન ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઈરસ સાથે જોડાયેલ તમામ ડેટા ચીન અમેરિકા સાથે શેર કરશે. ચીનમાં કોરોના સામે કેવી રીતે લડવામાં આવ્યું તેની માહિતી ઉપયોગી નિવડશે. કોરોના સામે સાથે મળીને લડવા માટે અમે સહમત થયા છીએ.

ઈરાનમાં પણ સ્થિતિ વણસી રહી છે

ઈરાનમાં 24 કલાકમાં 144 લોકોના મોત થયા છે અને 2926 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ ઈરાનમાં કુલ કેસની સંખ્યા 32332 થઈ છે જ્યારે મૃત્યુઆંક 2378 થયો છે. મેક્સિકોમાં 132 નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં પોઝિટિવ કેસની સંખ્યા 717 અને મૃત્યુઆંક 12 થયો છે. દ. કોરિયામાં પણ 146 નવા કેસ નોંધાય છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 9478 અને મૃત્યુઆંક 144 થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here