Thursday, October 21, 2021
Homeકોરોના ઈન્ડિયા : 8.50 લાખ કેસ : 24 કલાકમાં 27,754 દર્દી વધ્યા,...
Array

કોરોના ઈન્ડિયા : 8.50 લાખ કેસ : 24 કલાકમાં 27,754 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 8139 સંક્રમિત મળ્યા, જે એક દિવસમાં મોટો આંકડો

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 50 હજાર 358 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org  વેબસાઈટ પ્રમાણે છે. શનિવારે સતત બીજા દિવસે 27 હજારથી વધુ કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 27 હજાર 754 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. સાથે જ 19 હજાર 981 લોકો સાજા પણ થયા હતા.

શનિવારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8139 લોકો સંક્રમિત મળ્યા હતા. અહીંયા અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે. તો બીજી બાજુ મુંબઈમાં અભિનેતા અમિતાભ બચ્ચ અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નાણાવટીના ક્રિટિકલ કેર સર્વિસેઝના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીએ રાતે 3 વાગ્યે મીડિયાને જણાવ્યું હતું કે, અમિતાભની હાલત પહેલા કરતા સારી છે.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 17 હજારની પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 544 નવા કોરોના દર્દીઓની પુષ્ટી કરાઈ છે. સંક્રમણના કારણે શનિવારે 6 લોકોના મોત થયા છે. ભોપાલમાં 31 જુલાઈ સુધી દર રવિવારે કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરાયો છે.

 મહારાષ્ટ્રઃ મુંબઈથી રવિવારે સમાચાર સામે આવ્યા છે કે રાજભવનના 18 કર્મચારી પોઝિટિવ મળ્યા છે. અહીંયા એક ઈલેક્ટ્રિશીયનના પોઝિટિવ થયા પછી પરિસરમાં રહેતા 100 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 55 લોકોનો રિપોર્ટ આવ્યો છે. તો આ તરફ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાને સેલ્ફ આઈસોલેટ કરી લીધા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યના હોમ ગાર્ડ મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સપા એમએલસી અને અખિલેશ યાદવના અંગત ગણાતા સુનીલ સિંહ સાજન પણ સંક્રમિત થયા છે. રાજ્યમાં ત્રણ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. રવિવારે મેરઠ, લખનઉ અને કાનપુર સહિત મોટાભાગના શહેરોમાં બજાર બંધ રહ્યા હતા.

રાજસ્થાનઃ જોધપુર કલેક્ટર ઈન્દ્રજીત સિંહના પત્ની અને દીકરી પણ પોઝિટિવ મળી આવ્યા છે. કલેક્ટરની પત્ની દીકરી પંજાબથી પાછા આવ્યા હતા. લક્ષણ ન હોવાના કારણે બન્નેને સર્કિટ હાઉસમાં અલગ અલગ કરવામાં આવ્યા હતા. પણ પંજાબમાં પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી કલેક્ટરે બન્નેના સેમ્પલ લીધા હતા. બપોરે બન્નેમાં કોરોનાની પુષ્ટી થઈ હતી. કલેક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

બિહારઃ રાજ્યમાં રવિવારે કોરોના તપાસમાં ગતિ વધી હતી. અહીંયાના 33 જિલ્લામાં આજથી રેપિડ એન્ટીજન કીટથી તપાસ શરૂ કરાઈ છે. હવે દર્દીઓના રિપોર્ટ માટે બેથી ત્રણ દિવસની રાહ નહીં જોવી પડે. તો આ તરફ પટના એઈમ્સમાં કોવૈક્સી દવાનું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગયો છે. જેને ત્રણ તબક્કામાં કરવામાં આવશે. લોકોને આ ટેસ્ટમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે.
તો બીજી બાજુ પટનાના બિહટામાં પણ કોરોનાની ચેઈન હવે લાંબી થઈ ગઈ છે. જેના માટે 39 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાંથી 17 લોકો પોઝિટિવ મળ્યા હતા. આ લોકો માત્ર એક વ્યક્તિથી સંક્રમિત થયા હતા. હજુ લગભગ 50 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments