Sunday, November 28, 2021
Home28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની જનસંપર્ક રેલી, 30 હજાર મહિલાઓ એકઠી કરવાની જવાબદારી આ...
Array

28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની જનસંપર્ક રેલી, 30 હજાર મહિલાઓ એકઠી કરવાની જવાબદારી આ વીંગને

આગામી 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઇ રહી છે. સાથે જ જન સંકલ્પ રેલી કરીને કોંગ્રેસ શક્તિ પ્રદર્શન પણ કરવા જઇ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેતના કાર્યક્રમને લઈ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.

પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ર૮મી સુધી ગુજરાતમાં જ રોકાણ કરશે. મહિલા કોંગ્રેસના ત્રણ પ્રભારી પણ ગુજરાત આવ્યા છે. અડાલજ પાસેના ત્રિમંદિર પાસે યોજનારી સભામાં 3 લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટ છે. આ જન સંકલ્પ રેલીમાં રાજ્યમાથી 30 હજાર મહિલાઓ આવશે.

30 હજાર મહિલાઓને લાવવાની જવાબદારી મહિલા કોંગ્રેસને સોંપાઈ છે. તમામ જિલ્લામાથી મહિલાઓને લાવવાનું લીસ્ટ તૈયાર કરાયુ છે. મહિલા કોર્પોરેટરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્યોને પણ લોકોને કાર્યક્રમમાં લાવવાની જવાબદારી સોંપાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments