Tuesday, September 28, 2021
Home28 માર્ચથી શરુ થશે પીએમ મોદીનો તોફાની ચૂંટણી પ્રચાર
Array

28 માર્ચથી શરુ થશે પીએમ મોદીનો તોફાની ચૂંટણી પ્રચાર

કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ .યુપીમાં ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે ત્યારે 28 માર્ચથી પીએમ મોદી ભાજપ માટે તોફાની ચૂંટણી પ્રચારની શરુઆત કરશે. અત્યાર સુધીમાં અલગ અલગ માધ્યમ અને કારણોસર પીએમ મોદી 100 લોકસભા બેઠકોને આવરી ચુક્યા છે પણ ચૂંટણીની તારીખ જાહેર થતા જ ભાજપે હવે તોફાની ચૂંટણી પ્રચાર માટે આયોજન શરુ કરી દીધુ છે.જેના કેન્દ્રમાં સ્વાભાવિક રીતે પીએમ મોદી રહેશે.

જ્યાં 11 એપ્રિલે પહેલા તબક્કાનુ મતદાન થવાનુ છે તે લોકસભા બેઠકો પર પીએમ મોદી ચૂંટણી સભાઓ સંબોધશે.પીએમ મોદી જ નહી રાજનાથસિંહ, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવા માટે કવાયત કરી રહ્યા છે.

પાર્ટી સૂત્રોના કહેવા પ્રમાણે પીએમ મોદી બહુ જલ્દી વિડિયો કોન્ફરન્સિંગ થકી દેશના અલગ અલગ હિસ્સાઓમાં લોકો સાથે સંવાદ કરશે અને એ પછી 28 માર્ચથી તેમની સભાઓ પણ શરુ થશે. ભાજપનો દાવો છે કે અ્તયાર સુધીમાં અલગ અલગ કાર્યક્રમો થકી 10 કરોડ લોકોનો પાર્ટી સંપર્ક કરી ચુકી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments