Friday, March 29, 2024
Home28 લાખ આંગણવાડીના બાળકોને ગુજરાત સરકાર યુનિફોર્મ આપશે
Array

28 લાખ આંગણવાડીના બાળકોને ગુજરાત સરકાર યુનિફોર્મ આપશે

- Advertisement -

ગાંધીનગરઃ રાજ્યની આંગણવાડીમાં ભણતાં 28 લાખથી વધુ બાળકોના વાલીઓને આકર્ષવા ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી પહેલાં બાળકોને યુનિફોર્મ આપશે. આવનાર 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે.

ઘણા લાંબા સમય પહેલાં જાહેરાત કરી હતી પણ હવે અમલવારી

 જોકે આ અંગે ગુજરાત સરકારે ઘણા લાંબા સમય પહેલાં જ જાહેરાક કરી હતી પણ લોકસભા ચૂંટણી નજીક આવતાં બાળકોના વાલીઓના મત અંકે કરવા ગુજરાતની ભાજપ સરકારે યુનિફોર્મ આપવાના પ્રોજેક્ટને તાત્કાલિક અમલ કરવાના આદેશ કર્યા છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ મિલિંદ ટોરવેન્સ કહ્યું કે ‘અમે ટેન્ડરથી નક્કી કરી રહ્યા છીએ દરેક બાળકને (શર્ટ, ચડ્ડી અને ફ્રોક ) અપાશે. અમને યુનિફોર્મની ડિઝાઈન નિફ્ટ સંસ્થા દ્વારા મળી છે. ’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular