Saturday, September 18, 2021
Homeકોરોના કાળમાં કારના વેચાણમાં 28 ટકા
Array

કોરોના કાળમાં કારના વેચાણમાં 28 ટકા

કોરોનનાકાળમાં લોઅર મિડલક્લાસની નોકરીઓ છૂટી જતાં આવક પર ગંભીર અસર થવાના લીધે ઉપરાંત ગુજરાતમાંથી મોટાપાયે સ્થળાંતર થતાં ઉપરાંત ઉંચા પગારદારોના પગારમાં કાપ મુકાવાના લીધે લોકોનું આર્થિક ચક્ર ફરી ગયું છે. જેના લીધે ઓટોમોબાઇલ ક્ષેત્રને થયેલું નુકસાન અત્યાર સુધીનું સૌથી વધુ મનાય છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન ( ફાડા)ના ગુજરાતના ચેરમેન પ્રણવ શાહે કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2019-20માં 11.77 લાખ ટુવ્હીલર, 2.59 લાખ કાર જ્યારે 2020-21માં 6.07 લાખ ટુવ્હીલર અને 2.02 લાખ કારનું વેચાણ થયું હતું. જે મુજબ રાજ્યમાં કારના વેચાણમાં 28 ટકા અને ટુવ્હીલરના વેચાણમાં 48 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં કારમાં 16 ટકા અને ટુવ્હીલરમાં 45 ટકા સુધી વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં લક્ઝુરિયસ કારના વેચાણની ટકાવારી 0.35 ટકા વધી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં 2019-20માં વેચાયેલી 2.59 લાખમાંથી 3000 એટલે કે, 1.15 ટકા ઔડી, બીએમડબ્લુય, પોર્સે, જગુઆર, મર્સિડીઝ અને ઇનોવા જેવી બ્રાન્ડનો સમાવેશ થતો હતો. જેમાંથી 700 લક્ઝુરિયસ કારનું અમદાવાદમાં વેચાણ થયું હતું.

2020-21માં વેચાયેલી 2.02 લાખ કારમાંથી 3000 કાર એટલેકે 1.50 ટકા વેચાણ રહ્યું હતું. આમાં પણ અમદાવાદમાં 700 કાર વેચાઇ હતી. વર્ષ 2020-21માં એસયુવીના વેચાણ માર્કેટમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. એસયુવીનો ક્રેઝ વધી રહ્યો છે. વિવિધ કંપનીઓના મોડલમાં આવતા એસયુવીનું વેચાણ નોંધપાત્ર રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર નહીં આવે અને સ્કૂલ-કોલેજો ઝડપથી શરૂ થઇ જશે તો ઓટોમોબાઇલના માર્કેટમાં ગ્રોથ આવશે. નહીં તો વેચાણ પર ગંભીર અસર થશે. કોવિડમાં પણ વાહનો વેચાતા હોવાથી ઘણાં વાહન ડીલર્સે સ્ટાફની નોકરીઓ બચાવી લીધી હતી. પરંતુ ત્રીજી લહેર ઘાતક હશે તો ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નોકરીઓ પર પર ગંભીર અસર થવાની સંભાવના ફેડરેશને વ્યક્ત કરી છે.

1 લાખથી ઓછી કિંમતના 5.52 લાખ, 1 લાખથી વધુના 42 હજાર ટુવ્હીલર વેચાયા

ગુજરાતમાં કોરોનાકાળમાં 2020-21માં વેચાયેલા 6.02 ટુવ્હીલર વાહનોમાંથી એક લાખની કિંમતથી નીચેની કિંમતના ટુવ્હીલરનું 92.05 ટકા વેચાણ થયું છે. જ્યારે એક લાખથી વધુ કિંમતના 7 ટકા મુજબ 42 હજાર ટુવ્હીલર વાહનો વર્ષે વેચાયા છે. હાલ મોટાભાગના બાઇક 70 હજારથી વધુ કિંમતના છે. કોરોનામાં એક્સચેન્જ ઓફરને લીધે સરકારી, ઇન્ડસ્ટ્રીઝ અને કોર્પોરેટર ક્ષેત્રમાં કામ કરનાર વર્ગે બચતમાંથી જૂના બાઇક દૂર કરી નવા બાઇકની ખરીદી કરી છે.

અમદાવાદમાં 2020-21માં એક લાખથી મોંઘા ટુવ્હીલરનો માર્કેટ શેર એક ટકા વધ્યો

કોરોના દરમિયાન એટલેકે વર્ષ 2020-21માં ગુજરાતમાં આશરે 6.07 લાખ વાહનોનું વેચાણ થયું હતું. આમાંથી અમદાવાદમાં વેચાયેલા આશરે 1.30 લાખ ટુવ્હીલરમાંથી એક લાખથી વધુ કિંમતના 8.00 ટકા મુજબ વર્ષે 11 હજાર ટુવ્હીલર વેચાયા હતાં. જ્યારે વર્ષ 2019-20માં આશરે 11.77 લાખમાંથી 1.80 લાખ ટુવ્હીલર વેચાયા હતાં. જેમાંથી એક લાખથી વધુ કિંમતના 7.00 ટકા એટલેકે આશરે 13 હજાર ટુવ્હીલરો અમદાવાદમાં વેચાયા હતાં. આમ કોરોનાકાળમાં પણ અમદાવાદમાં એક લાખથી વધુ કિંમતના બાઇકના વેચાણમાં આશરે એક ટકા માર્કેટ શેર વધ્યું છે. આમાં એક્સચેન્જ ઓફર હેઠળ બાઇકની ખરીદી કરનાર વર્ગ ‌વધુ છે. લોન લેનારની સંખ્યા એકદમ નજીવો દર છે.

કોરોનાની અસરથી ઓટો લોન લેનારાની સંખ્યામાં પણ 10 ટકાનો ઘટાડો નોંધાયો

કોરોનાકાળમાં લોકોની નોકરીઓ છૂટી ગઇ છે. ઉંચા પગારોમાં કાપ મુકાયો છે. વેપાર-ધંધા બંધ હોવાથી આવક પણ ઘટી ગઇ છે. જેના લીધે લોકોની આવક સ્ટેબલ નહીં હોવાથી લોન લેનારની સંખ્યા 10 ટકા સુધી ઘટી ગઇ છે. કેટલાકે તો લોન બંધ કરાવીને પોતાનું વાહન વેચી દીધું છે. જેમાં કારની સંખ્યા વધુ છે. કારણકે ટુવ્હીલર કરતાં કાર લોનનો હપ્તો વધુ હોય છે. કેન્દ્ર સરકારની રાહત બાદ કેટલાક ટુવ્હીલર ચાલકોને રાહત થઇ હતી. પરંતુ કાર ચાલકોએ લોનમાં રાહત લેવાના બદલે કાર વેચી લોન બંધ કરાવી દીધી હતી. ટ્રાવેલ્સ બિઝનેસ બંધ હોવાથી ટ્રાન્સ્પોર્ટ સંચાલકોને કારની લોનના હપ્તા પોસાતા ન હતા.

વાહન ડીલર્સ HSRP ફીટ કરી આપતા હોવાથી લોકોએ RTO જવું પડતું નથી

નવા વાહનની ખરીદી કરાયા બાદ વાહનનો રેગ્યુલર નંબર મેળવ્યા પછી વાહન માલિકે એચએસઆરપી માટે આરટીઓ કચેરી આવું પડતું હતું. પરંતુ હવે વાહન ડિલર્સના ત્યાં એચએસઆરપી ફીટ કરી અપાય છે. પસંદગીના નંબરો માટે મોટાભાગના વાહન ડિલર્સના ત્યાંજ હરાજીની પ્રક્રિયા થઇ રહી છે. આ માટે હરાજીના દિવસમાં એક કર્મચારીને અનામત રખાય છે. આ બધી પ્રક્રિયાના લીધે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી જોબ ઉભી થઇ છે. વાહન ડિલર્સ તમામ પ્રક્રિયા માટે પૂરતો ચાર્જ પણ વસૂલે છે.

કપરા સમય છતાં ઓટો ઉદ્યોગને સરકારે વિશેષ રાહત નહીં આપ્યાની ફરિયાદ

કોરોનાકાળના સવા વર્ષ દરમિયાન ઓટોમોબાઇલ ક્ષેત્રને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. લોકડાઉન અને આંશિક લૉકડાઉનમાં ઉંચા પગાર ધરાવનાર કર્મચારીઓનો પગાર કાપ કરીને ઘણાં નાના કર્મચારીઓની નોકરીઓ બચાવી લીધી હતી. કેટલાક કર્મચારીઓને છૂટા કરવાની પણ સ્થિતિ સર્જાઇ છે. પરંતુ સરકાર તરફથી વાહન ડીલર્સને કોઇ રાહત અપાઇ નથી. રાહત માટે સરકાર સમક્ષ રજૂઆત કરાઇ હતી. પરંતુ કોઇ રાહત આપવામાં આવી નહીં. જો હવે ત્રીજી લહેર આવે તો વાહન ડીલર્સ વધુ આર્થિક નુકસાન વેઠી શકશે નહીં.

કોરોનાને કારણે અમદાવાદમાં કારનું વેચાણ ઘટીને મહિને 2500થી 3 હજાર થઈ ગયું

અમદાવાદમાં વર્ષ 2019-20માં મહિને 2800થી 3500 કારનું વેચાણ થયું હતું. જે મુજબ વર્ષ દરમિયાન આશરે 42 હજાર કાર વેચાઇ હતી. જેની સામે કોરોના દરમિયાન એટલેકે વર્ષ 2020-21માં મહિને 2500થી 3000 કારનું વેચાણ રહેતા વર્ષે આશરે 36 હજાર કાર વેચાઇ છે. કોરોનામાં કારના વેચાણમાં આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો વર્ષે છ હજાર કારોનું વેચાણ ઓછું થયું છે. પરંતુ માર્કેટ શેર પર તેની ગંભીર અસર થઇ છે.

કાર અને ટુવ્હીલરના વેચાણના આંકડા

વાહન 2019-20 2020-21
કાર 2,59,600 2,02,976
ટુવ્હીલર 11,77,751 6,07,057
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments