મધ્ય પ્રદેશ : 28 બેઠકોથી નક્કી થશે કે સિંધિયા કેટલા શક્તિશાળી રહેશે, રાજીનામુ આપી પક્ષ બદલવાની ફોર્મ્યુલા કેટલી અસરકારક?

0
16

મધ્ય પ્રદેશમાં 28 બેઠક પરની પેટાચૂંટણી રાજ્યમાં ભાજપ સરકાર માટે મહત્વની હોવા ઉપરાંત તેનાથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભૂતપુર્વ મુખ્યમંત્રી કમલનાથ અને રાજ્યસભાના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય ભવિષ્યને પણ નક્કી કરશે. બેઠકોની સંખ્યાથી નક્કી થશે કે ભાજપમાં સિંધિયાની શક્તિ વધશે કે ઘટશે તે નક્કી થશે. આ સાથે એ બાબત પણ નક્કી થશે કે પક્ષ પલટાને લગતા કાયદાથી બચવા માટે રાજીનામુ આપી પાર્ટી બદલવાની ફોર્મ્યુલા કેટલી અસરકારક સાબિત થશે. લોકોએ પક્ષ પલટો કરનાર ધારાસભ્યોને સ્વીકાર્યા છે કે નહીં.

આમ તો શિવરાજ સરકારને બચાવવા માટે ભાજપને ફક્ત 8 બેઠકની જરૂર છે. તેને મેળવવી ભાજપને માટે અત્યારે સરળ બાબત દેખાય છે. પણ પાર્ટીનો લક્ષ્યાંક ઓછામાં ઓછી 20 બેઠક હાંસલ કરવાનો છે. કારણ સ્પષ્ટ છે કે 20થી 25 બેઠકનો આંકડો મધ્ય પ્રદેશને સ્થિર સરકાર આપી શકે છે, અન્યથા અન્ય દબાણોનો સામનો કરવો પડી શકે છે.

પેટા ચૂંટણીના પરિણામોની સૌથી વધારે અસર એવા ભૂતપુર્વ મંત્રીઓ પર થશે કે જે સિંધિયા સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. મુખ્યત્વે તુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, ઈમરતી દેવી, પ્રદ્યુમ્ન સિંહ તોમર, ડો.પ્રભુરામ ચૌધરી અને રાજ્યવર્ધન સિંહ દત્તીગાંવની રાજકીય કેરિયર દાવ પર છે. જો આ નેતાઓ ચૂંટણી હારી જશે તો ભવિષ્યમાં તેમને ભાજપમાંથી ટિકિટ મળવી મુશ્કેલ છે. બીજીબાજુ કોંગ્રેસને સરકાર બનાવવા માટે તમામ 28 બેઠકની જરૂર છે. જોકે, ઓછામાં ઓછી 21 બેઠક મળવાથી કોંગ્રેસ સત્તામાં પરત આવી શકશે. જોકે આત્મનિર્ભર સરકાર માટે કોંગ્રેસ પણ જાદુઈ આંકડા પર વિશ્વાસ કરે છે.

બેઠકો ઓછી આવશે તો હોર્સ ટ્રેડિંગની આશંકા

બે મુખ્ય રાજકીય પક્ષ પૈકી કોઈ એકને પણ બહુમતીથી ઓછી બેઠક મળશે તો ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ થાય તેનો ઈન્કાર કરી શકાય નહીં. બન્ને પક્ષોને મોટા આંકડાની જરૂર છે. સરકારમાં પરત ફરવા કોગ્રેસને 21 બેઠકની જરૂર છે. ત્યારે કોંગ્રેસ 2 BSP, 1 SP અને 4 અપક્ષ ધારાસભ્યો સાથે સત્તામાં આવી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ભાજપે તેનો B પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત મંત્રી ભૂપેન્દ્ર સિંહે BSP ધારાસભ્ય સંજીવ કુશવાહ અને રામબાઈ, અપક્ષ સુરેન્દ્ર સિંહ શેરા તથા નારાયણ ત્રિપાઠી સાથે બેઠક યોજી છે.

રાજકીય ગણિતઃ લોધના રાજીનામા બાદ બહુમતીનો આંકડો 115 છે

વિધાનસભામાં કુલ 230 બેઠક છે. પેટાચૂંટણી દરમિયાન દમોહથી કોંગ્રેસ ધારાસભ્ય રાહુલ લોધી રાજીનામુ આપી ભાજપમાં સામેલ થયા છે. હવે ધારાસભ્યોની સંખ્યા 299 થઈ ગઈ છે. વર્તમાન વિધાનસભામાં 201 સભ્ય છે. તેમા ભાજપના 107, કોંગ્રેસના 87, BSPના 2, SPના 1 અને 4 અપક્ષ ધારાસભ્ય છે. બહુમતી માટે 115 ધારાસભ્યોની જરૂર પડશે. આ સંજોગોમાં બહુમતી માટે 115 ધારાસભ્યોની જરૂર પડશે. આ સંજોગોમાં ભાજપને 8 અને કોંગ્રેસને 28 બેઠકની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here