Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

વડોદરામાં ગોત્રી અને સયાજી હોસ્પિટલના 280 ઇન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. તબીબોએ આજે પ્લે કાર્ડ અને બેનર્સ સાથે હોસ્પિટલમાં દેખાવો કર્યાં હતા જેને પગલે કોરોનાની સારવારમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.

ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોની હડતાળ પર ઉતર્યા છે
ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોની હડતાળ પર ઉતર્યા છે.
સ્ટાઇપેન્ડ 12,800થી વધારીને 20,000 કરવાની ઇન્ટર્ન તબીબોની માંગ
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના 180 અને ગોત્રી હોસ્પિટલના 100 ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યાં છે. રાજ્ય સરકાર સ્ટાઇપેન્ડ 12,800થી વધારીને 20,000 રૂપિયા આપે તેવી ઇન્ટર્ન તબીબોની માંગ છે અને સાથે જ રોજ કોરોના વોર્ડમાં કામ કરવાના 1 હજાર રૂપિયા આપવાની પણ ઇન્ટર્ન તબીબો માંગ કરી રહ્યા છે.

 

મુંબઇમાં ઇન્ટર્ન તબીબોને માસિક 39,000 રૂપિયા, કેરાલામાં 30,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે

કોરોનાની મહામારીમાં પણ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેતા ઇન્ટર્ન તબીબોને દર મહિને મળતા સ્ટાઇપેન્ડમાં વધારો નહી કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. મુંબઇમાં ઇન્ટર્ન તબીબોને માસિક 39,000 રૂપિયા કેરાલામાં 30,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જ્યારે તેની સરખામણીએ રાજ્યના ઇન્ટર્ન તબીબોને માસિક સ્ટાઇપેન્ડ રૂપિયા 12,800થી 13000 આપીને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઇન્ટર્ન તબીબોએ કર્યો છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોએ પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યાં
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોએ પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યાં

 

તબીબો કોરોના હોસ્પિટલોમાં એપ્રિલ મહિનાથી ફરજ બજાવે છે

તબીબો એપ્રિલ માસથી કોવિડ-19 હોસ્પિટલોમાં ફરજ બજાવી રહ્યા છે. છતાં તેઓને ઓછુ સ્ટાઇપેન્ડ અપાતુ હોવાથી ઇન્ટર્ન તબીબોમાં રોષ ઉઠી રહ્યો છે. ઇન્ટર્ન તબીબોને દર મહિને રૂપિયા 20,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે ઉપરાંત તેની અમલવારી એપ્રિલ-2020થી કરવામાં આવે તેવી માંગણી ઇન્ટર્ન તબીબોમાં ઉઠવા પામી છે. જો ઇન્ટર્ન તબીબોને સ્ટાઇપેન્ડમાં વધારાની માંગણી સાથે આજથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments