સુરત : 2800 ટીમોએ ડોર ટૂ ડોર સર્વે શરૂ કર્યો, 50 વર્ષથી વધુ ઉંમરના 11.70 લાખ લોકો.

0
14

સુરત મનપા દ્રારા કોરોના વેક્સિન માટે આજથી ડોર ટૂ ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરમાં 2800થી વધારે ટીમ દ્રારા 50 વર્ષથી વધુ ઉંમરના 11.70 લાખ લોકોને આવરી લેવાશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોર્મોબિડિટી ધરાવતી વ્યક્તિની માહિતી સચોટ મળી રહે તે માટે મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં ડેટા બેઈઝ તૈયાર કરવા જણાવ્યું છે. આજથી શરૂ થયેલી કામગીરી ચાર દિવસ સુધી ચાલશે અને ડેટા તૈયાર કરીને યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

પાલિકાની ટીમ દ્વારા ચાર દિવસ આ સર્વે કરવામાં આવશે.
પાલિકાની ટીમ દ્વારા ચાર દિવસ આ સર્વે કરવામાં આવશે.

 

ચાર દિવસ સર્વે કામગીરી ચાલશે

આગામી દિવસોમાં કોવિડની રસી આવી રહી છે ત્યારે સૌથી વધુ કોવિડનું જોખમ છે તેવા 50 વર્ષથી ઉપરના લોકો અને અન્ય બિમારી ધરાવતાં લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોર્મોબિડિટી ધરાવતી વ્યક્તિની માહિતી સચોટ મળી રહે તે માટે મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં ડેટા બેઈઝ તૈયાર કરવા માટે સુચના આપી છે. મનપા અને કલેક્ટર દ્વારા આ કામગીરીનું સંકલન અને મોનીટરીંગ કરવાની સુચના આપવામાં આવી છે. આ કામગીરી માટે 2800 ટીમોએ ડોર ટૂ ડોર સર્વે શરૂ કર્યો છે. આ તમામ માહિતી આગામી રવિવાર 13 ડિસેમ્બર સુધીમાં ભેગો કરીને સરકારમાં સુપ્રત કરવાની રહેશે.

11.70 લાખ મતદારો 50 વર્ષથી વધુની ઉંમરના

સુરત મહાનગર પાલિકા દ્વારા હાલમાં કોરોનાની રસીને લઈને એક સર્વે હાથ ધરાયો છે. જેમાં રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકાએ મતદાર યાદીના આધારે રસીકરણ માટેની યાદી તૈયાર કરવા માટે ચૂંટણી અધિકારીઓ પાસેથી નામની માંગણી કરવામાં આવી રહી છે. જેને પગલે પાલિકાએ 18થી 50 વર્ષ તથા 50 વર્ષથી વધુની ઉંમરના મતદારોની યાદીઓ માંગી છે. ઉલ્લેખનીય છે કે, હાલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ છેલ્લાં 3 રવિવારથી ચાલી રહ્યો છે. તેમજ તા.13 ડિસેમ્બર મતદાર યાદી સુધારણાં માટેનો છેલ્લો રવિવાર છે. હાલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમમાં કુલ 1.31 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે. વધુમાં, કુલ 44.05 લાખ મતદારોમાંથી 11.70 લાખ મતદારો 50 વર્ષથી વધુની ઉંમરના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

વોર્ડ પ્રમાણે પાલિકાની ટીમો કામે લાગી છે.
વોર્ડ પ્રમાણે પાલિકાની ટીમો કામે લાગી છે.

 

કોરોના વેક્સિનના સ્ટોરેજની તૈયારી

સુરતના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન સ્ટોર છે જ્યાં 14 લાખ ડોઝ સ્ટોર થઈ શકે ત્યાં પાલિકાના શાસકોની ટીમ પહોંચી હતી. સુરતમાં વેક્સિન ક્યારે આવશે તે નક્કી નથી પરંતુ વેક્સિન આવ્યા બાદ તેનું આયોજન કેવી રીતે કરવું તે માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. સૌથી પહેલા હેલ્થ વર્કર અને ત્યારબાદ ફ્રન્ટ લાઇન વર્કરને રસી આપવામાં આવશે. અડાજણ હેલ્થ સેન્ટરના વેક્સિનેશન સ્ટોરેજ ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્ર પણ રસીનું સ્ટોરેજ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here