કોરોના ઈન્ડિયા : 24 કલાકમાં 28178 દર્દીઓ વધ્યા, દેશમાં અત્યાર સુધીમાં 9.07 લાખ કેસ; બિહારમાં બીજા દિવસે 1100થી વધુ સંક્રમિતો મળ્યા

0
5

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સોમવારે 9 લાખને વટાવી ગઈ.  covid19india.orgના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 9 લાખ 7 હજાર 645 લોકો કોરોના પોઝિટિવ છે. જોકે 5 લાખ 72 હજાર 753 લોકો સાજા પણ થયા છે. જ્યારે 3 લાખ 10 હજાર 377 લોકોની સારવાર ચાલી રહી છે. 23 હજાર 727 લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.

બીજી તરફ બિહારમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. સોમવારે 1116 નવા સંક્રમિતો મળ્યા છે. રવિવારે બિહારમાં 1266 સંક્રમિત મળ્યા હતા. કોવિડ-19ના સંક્રમણના સતત વધી રહેલા કેસના પગલે રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન લગાવવામાં આવી શકે છે. મંગળવારે લોકડાઉનના સંબંધમાં ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવશે.

5 રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ રાજ્યમાં 31 જુલાઈ સુધી દર રવિવારે લોકડાઉન કરવાના નિર્ણય પછી હવે સ્થાનિક પ્રશાસન પણ શહેરો અને જિલ્લામાં ફરી લોકડાઉન કરવા તરફ વધી રહ્યું છે. ગ્લાલિયરમાં ક્રાઈસિસ મેનેજમેન્ટની બેઠકમાં તમામ સભ્યોએ શહેરમાં 7થી 10 દિવસ સુધી ટોટલ લોકડાઉન કરવા પર સહમતિ વ્યક્ત કરી છે શિવપુરી કલેકટરે શહેરને 19 જુલાઈ સુધી લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્રઃ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1158 કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 47 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 94146 લોકો કોરોના પોઝિટિવ છે. સંક્રમણથી 5335 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઉતરપ્રદેશઃ સરકારે રાજ્યમાં કોરોનાની તપાસ ક્ષમતાને વધારીને 50 હજાર કરવા કહ્યું છે. સોમવારે 36 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા. તેમાં કેજીએમયૂમાં 4160, રામ મનોહર લોહિયા ઈન્સ્ટીટયુટમાં 2808, એએમયૂ અલીગઢમાં 620, એસજીપીઆઈમાં 2423, આઈએમએસ બીએચયૂમાં 1500 ટેસ્ટ કરવામાં આવ્યા.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં સોમવારે 544 નવા પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જોધપુરમાં 105, જાલૌરમાં 95, બીકાનેરમાં 62, જયપુરમાં 52, અલવરમાં 42, ઉદયપુરમાં 31, અજમેરમાં 20 કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે જયપુર અને ધૌલાપુરમાં 2-2, અલવર, બાડમેર, ભરતપુર અને બીજા રાજ્યમાંથી 1-1 વ્યક્તિઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10 લાખથી વધુ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાંથી અત્યાર સુધીમાં કુલ 24936 પોઝિટિવ મળ્યા છે. જ્યારે 18630 લોકો રિકવર થયા છે.

બિહારઃ અહીં સંક્રમણ રોકવા માટે પટનાની અખિલ ભારતીય અાયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માં કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ મંગળવારથી શરૂ થશે. તેના માટે એમ્સ પ્રશાસને 18થી 55 વર્ષ સુધીના 10 લોકોની પસંદગી કરી છે. પસંદ કરાયેલા કોરોના પોઝિટિવ લોકોને આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here