કોરોના ઈન્ડિયા : 62,808 કેસ : 24 કલાકમાં 2,894 સંક્રમિત વધ્યા, છેલ્લા 7 દિવસમાં સૌથી ઓછો આંક.

0
6

નવી દિલ્હી. દેશમાં 62 હજાર 808 કોરોના સંક્રમિત છે. શનિવારે 2,865 નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં આ સૌથી ઓછા કેસ છે. 2 મેના રોજ 2,564 કેસ આવ્યા હતા. 14,14 દર્દીના આરોગ્ય સારું થઈ ગયું છે. બીજી બાજુ સૌથી વધારે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ અગાઉ 7 મેના રોજ 1,475 દર્દીને સારું થયો હતો. ગઈકાલે મહારાષ્ટ્રમાં 1,165, ગુજરાતમાં 394, મધ્ય પ્રદેશમાં 116, તમિલનાડુમાં 526, ઉત્તર પ્રદેશમાં 159, રાજસ્થાનમાં 129 પશ્ચિમ બંગાળમાં 108, પંજાબમાં 31 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતા.

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીને આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 59 હજાર 662 સંક્રમિત દર્દી છે. 39 હજાર 834 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 17 હજાર 846 દર્દીને સારું થઈ ગયું છે, જ્યારે 1,982 દર્દીના મોત થયા છે.

કોરોના સંબંધિત મહત્વની અપડેટ

ઓડિશામાં પુરી રથ યાત્રા માટે રથ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 9 દિવસ ચાલનારો આ ઉત્સવ 23 જૂનના રોજ શરૂ થશે. જગન્નાથ મંદિર પ્રશાસનના અધિકારી જેનાના મતે કેન્દ્ર સરકારે કેટલીક શરતો સાથે આ મંજૂરી આપી છે. આ કામ માટે 72 શ્રમિકો કામ લાગ્યા છે.

લોકડાઉમાં રાહત મળ્યા બાદ આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર ઘાટ પરથી ફરી વખત બોટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જળ પરિવહન વિભાગના એક કર્મચારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. માસ્ક લગાવ્યા વગર આવનારને ટિકિટ આપવામાં આવી રહી નથી.

5 રાજ્ય જ્યાં સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા છે

દિવસ કેસ
04 મે 3,656
05 મે 2,971
06 મે 3,602
07 મે 3,344
08 મે 3,563

 

કેરળમાં દરેક રવિવારે લોકડાઉન

કોરોના સંક્રમણને અટકાવવા તેમ જ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે કેરળમાં આજથી દરેક રવિવારે ટોટલ લોકડાઉન રહેશે. સરકારે શનિવારે આ આદેશ જારી કર્યો છે. સરકારે આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયનના જણાવ્યા પ્રમાણે 7 મેના રોજ ખાડી દેશોમાંથી આવેલા બે ભારતીયોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકી એક દુબઈથી કોઝીકોડ અને બીજી વ્યક્તિ અબુ ધાબીથી કોચિ આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 506 થઈ ગઈ છે.

આરોગ્ય સેતુ 300 હોટ સ્પોટ બતાવ્યા

કોરોના વાઈરસ સામેની લડાઈમાં આરોગ્ય સેતુ એપ મહત્વના હથિયાર તરીકે સામે આવી રહી છે. નીતિ આયોગના સીઈઓ મિતાભ કાંતે કહ્યું છે કે તેનાથી સરકારને દેશભરમાં 650થી વધારે હોટ સ્પોટ અંગે જાણકારી મેળવવામાં મદદ મળશે. એટલું જ નહીં એપથી 300થી વધારે કોરોના હોટ સ્પોટને લઈ એલર્ટ મળ્યું છે. સરકારે તમામ લોકોને આ એપ ડાઉનલોડ કરવા સૂચન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here