29 જુલાઈએ 5 રાફેલ પહોંચશે અંબાલા એરફોર્સ સ્ટેશન, આકાશમાં હવે રાજ કરશે ભારત

0
4
જાણો, કઈ ખુબીઓથી સજ્જ હશે ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન રાફેલ
જાણો, કઈ ખુબીઓથી સજ્જ હશે ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન રાફેલ.

નવી દિલ્હીઃ એવી આશા રાખવામાં આવી રહી છે કે 29 જુલાઈએ ભારતને 5 રાફેલ ફાઇટર પ્લેન (Rafale Fighter Jets)ની ડિલવરી થઈ જશે. તે દિવસે તેને અંબાલા એરફોર્સ સ્ટેશન (Ambala Air Force Station) પર વાયુસેના (Indian Air Force)માં સામેલ કરવાની યોજના છે. આ દરમિયાન એ જાણવું જરૂરી છે કે આટલા સમયથી ચર્ચામાં રહેલા રાફેલ પ્લેનમાં અંતે ખાસ શું છે. અત્યાધુનિક ટેકનીકથી સજ્જ આ ફાઇટર પ્લેન ભારતીય વાયુસેનાની ક્ષમતાને વધારે મજબૂત કરશે. પોતાની મારક ક્ષમતાના કારણે તેને વાયુસેનાનું બ્રહ્માસ્ત્ર પણ કહેવામાં આવી રહ્યું છે. જાણીઓ રાફેલની કેટલીક ખાસિયતો.

 રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) છે. રાફેલ ફાઇટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, જમીનથી સમર્થન, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે. (Image: PTI)

રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) છે. રાફેલ ફાઇટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, જમીનથી સમર્થન, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે.

 રાફેલની શું છે ખાસિયત? - રાફેલ ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. તે અનેક ભૂમિકા ભજવવામાં સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેકમાં સક્ષમ છે. તેની તાકાતનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે તે નાના ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. રાફેલ એરક્રાફ્ટ 9500 કિલોગ્રામ ભાર વહન કરવામાં સક્ષમ છે. તે મહત્તમ 24500 કિલોગ્રામ વજનની સાથે ઉડાન ભરી શકે છે. આ ફાઇટર જેટની મહત્તમ સ્પીડ 1389 કિ.મી./કલાક છે. એકવારમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે. તે હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે. (Image: AP)

રાફેલની શું છે ખાસિયત? – રાફેલ ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. તે અનેક ભૂમિકા ભજવવામાં સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેકમાં સક્ષમ છે. તેની તાકાતનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે તે નાના ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. રાફેલ એરક્રાફ્ટ 9500 કિલોગ્રામ ભાર વહન કરવામાં સક્ષમ છે. તે મહત્તમ 24500 કિલોગ્રામ વજનની સાથે ઉડાન ભરી શકે છે. આ ફાઇટર જેટની મહત્તમ સ્પીડ 1389 કિ.મી./કલાક છે. એકવારમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે. તે હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે.

 ભારતે રાફેલ ફાઇટર પ્લેનને કેમ પસંદ કર્યું? - રાફેલ ભારતનો એકમાત્ર વિકલ્પ નથી. અનેક આંતરરાષ્ટ્રીય પ્લેન નિર્માતાઓએ ભારતીય વાયુસેનાને રજૂઆત કરી હતી. બાદમાં 6 મોટી પ્લેન નિર્માતા કંપનીઓને પસંદ કરવામાં આવી. તેમાં લાકહેડ માર્ટીનના F-16/F-18S, યૂરોફાઇટર ટાઇફૂન, રશિયાના MiG-25, સ્વીડનની સાબના ગ્રિપેન અને રાફેલ સામેલ હતા. તમામ પ્લેનોનું પરીક્ષણ અને તેની કિંમતના આધારે ભારતીય વાયુસેનાએ રાફેલની શોર્ટલિસ્ટ કર્યું. ઓછી કિંમત હોવા છતાંય તેની ક્ષમતા સૌથી વધુ અને શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે.

ભારતે રાફેલ ફાઇટર પ્લેનને કેમ પસંદ કર્યું? – રાફેલ ભારતનો એકમાત્ર વિકલ્પ નથી. અનેક આંતરરાષ્ટ્રીય પ્લેન નિર્માતાઓએ ભારતીય વાયુસેનાને રજૂઆત કરી હતી. બાદમાં 6 મોટી પ્લેન નિર્માતા કંપનીઓને પસંદ કરવામાં આવી. તેમાં લાકહેડ માર્ટીનના F-16/F-18S, યૂરોફાઇટર ટાઇફૂન, રશિયાના MiG-25, સ્વીડનની સાબના ગ્રિપેન અને રાફેલ સામેલ હતા. તમામ પ્લેનોનું પરીક્ષણ અને તેની કિંમતના આધારે ભારતીય વાયુસેનાએ રાફેલની શોર્ટલિસ્ટ કર્યું. ઓછી કિંમત હોવા છતાંય તેની ક્ષમતા સૌથી વધુ અને શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે.

 ખરીદી પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? - ભારતીય વાયુસેનાએ વર્ષ 2001માં વધારાના ફાઇટર પ્લેનોની માંગ કરી હતી. હાલ IAFના બેડામાં મોટાપાયે ભારે અને હલ્કા વજનના પ્લેન હોય છે. રક્ષા મંત્રાલય મધ્યમ વજનના ફાઇટર પ્લેન લાવવા માંગતું હતું. આમ તો તેની વાસ્તવિક પ્રક્રિયા 2007માં શરૂ થઈ હતી. તત્કાલીન રક્ષા મંત્રી એ. કે. એન્ટનીની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદે ઓગસ્ટ 2007માં 126 પ્લેન ખરીદવાનો પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આમ તો દેશને ફ્રાન્સથી આગામી બે વર્ષમાં 36 રાફેલ પ્લેન મળવાના છે. પહેલું સ્ક્વાડ્રન અંબાલા બેઝથી પશ્ચિમી કમાન માટે કામ કરશે, બીજાની તૈનાતી પશ્ચિમ બંગાળના હાશીમારા એરફોર્સ સ્ટેશનથી કરવામાં આવી શકે છે. (Image: All Things Aviation/ Flickr)

ખરીદી પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? – ભારતીય વાયુસેનાએ વર્ષ 2001માં વધારાના ફાઇટર પ્લેનોની માંગ કરી હતી. હાલ IAFના બેડામાં મોટાપાયે ભારે અને હલ્કા વજનના પ્લેન હોય છે. રક્ષા મંત્રાલય મધ્યમ વજનના ફાઇટર પ્લેન લાવવા માંગતું હતું. આમ તો તેની વાસ્તવિક પ્રક્રિયા 2007માં શરૂ થઈ હતી.

તત્કાલીન રક્ષા મંત્રી એ. કે. એન્ટનીની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદે ઓગસ્ટ 2007માં 126 પ્લેન ખરીદવાનો પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આમ તો દેશને ફ્રાન્સથી આગામી બે વર્ષમાં 36 રાફેલ પ્લેન મળવાના છે. પહેલું સ્ક્વાડ્રન અંબાલા બેઝથી પશ્ચિમી કમાન માટે કામ કરશે, બીજાની તૈનાતી પશ્ચિમ બંગાળના હાશીમારા એરફોર્સ સ્ટેશનથી કરવામાં આવી શકે છે.

 આમ તો, રાફેલમાં દેશની જરૂરિયાતો મુજબ, ફેરફાર કરવામાં આવ્યા છે. તેની પર યોગ્ય રીતે કામ થઈ શકે, તેના માટે વાયુસેનાના અધિકારીઓને વિશેષ રૂપથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગમાં રાફેલની ઓપરેશનલ જાણકારી ઉપરાંત એ વાતો પણ સામેલ છે કે કેવી રીતે તેની સાચવણી અને મેન્ટેનન્સ કરવામાં આવે છે.

આમ તો, રાફેલમાં દેશની જરૂરિયાતો મુજબ, ફેરફાર કરવામાં આવ્યા છે. તેની પર યોગ્ય રીતે કામ થઈ શકે, તેના માટે વાયુસેનાના અધિકારીઓને વિશેષ રૂપથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગમાં રાફેલની ઓપરેશનલ જાણકારી ઉપરાંત એ વાતો પણ સામેલ છે કે કેવી રીતે તેની સાચવણી અને મેન્ટેનન્સ કરવામાં આવે છે.

 ભારતના આકાશમાં કરશે રાજ - મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાફેલ ફાઇટર પ્લેન વધારેલી તાકાતવાળું હશે. દુશ્મનોના હુમલાની હંમેશા આશંકા રહેતી હોય છે. પરંતુ એક ભારતીય રાફેલ ફાઇટર પ્લેન દુશ્મનની યોજનાને નિષ્ફળ બનાવી શકે છે. તેઓએ એવું પણ કહ્યું કે જ્યારે રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે તો ભારત આકાશમાં રાજ કરશે.

ભારતના આકાશમાં કરશે રાજ – મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાફેલ ફાઇટર પ્લેન વધારેલી તાકાતવાળું હશે. દુશ્મનોના હુમલાની હંમેશા આશંકા રહેતી હોય છે. પરંતુ એક ભારતીય રાફેલ ફાઇટર પ્લેન દુશ્મનની યોજનાને નિષ્ફળ બનાવી શકે છે. તેઓએ એવું પણ કહ્યું કે જ્યારે રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે તો ભારત આકાશમાં રાજ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here