Sunday, November 28, 2021
Homeરાજકોટ માં 29 કેસ, PSI સહિત 4ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર,...
Array

રાજકોટ માં 29 કેસ, PSI સહિત 4ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, ગીર સોમનાથમાં 16, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

  • શાપર-વેરાવળમાં SP અને પત્રકાર પર હુમલો કરનાર આરોપીનો રિપોર્ટ પોઝિટિવ
  • રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં PSI ચંદ્રકાંત એચ.શુક્લાનું કોરોનાથી મોત
  • ઉનાના ભાચા ગામમાં સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી પિતાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
  • અમરેલી જિલ્લામાં વધુ 14 પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 229 પર પહોંચી

રાજકોટ શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 29 કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 604 થઇ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે વધુ ત્રણ દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટના વર્ધમાનનગરના 65 વર્ષના વૃદ્ધ, ગાયત્રીનગરના 50 વર્ષના મહિલા અને સુરેન્દ્રનગરના 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં PSI ચંદ્રકાંત એચ.શુક્લાનું કોરોનાથી મોત થયું છે. જામનગરમાં પણ આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 13નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ડેથ ઓડિટ કમિટી મોતના કારણ અંગે તપાસ કરશે. ગોંડલમાં આજે 6 કેસ નોંધાયા છે.  શાપર-વેરાવળમાં જિલ્લા પોલીસ વડા અને પત્રકાર પર હુમલામાં ગોંડલ સબજેલ હવાલે થયેલા કેદી શૈલેન્દ્ર દશરથ પાસવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઉનામાં 8, ગીર ગઢડામાં 1, તાલાલામાં 4 અને કોડીનારમાં 2 કેસ નોંધાયા છે.

અમરેલીમાં 14 કેસ નોંધાયા 

આજે સવાર સવારમાં જ અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે 14 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 229 પર પહોંચી છે. હાલ અમરેલી જિલ્લામાં 229 કેસમાં 16ના મોત, 95 દર્દીઓ સારવાર હેઠળ અને 118ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઉનાના ભાચા ગામે છેલ્લા ત્રણ વર્ષથી સગી દીકરી પર દુષ્કર્મ આચનાર નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. બાદમાં તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સગા પિતાએ ઘરની અંદર છેલ્લા ત્રણ વર્ષથી દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. આથી દીકરીને 7 માસનો ગર્ભ રહી જતા નરાધમ પિતાનો ભાંડો ફૂટ્યો હતો.

ગોંડલમાં આજે 6 કેસ નોંધાયા 

ગોંડલ શહેરમાં આજે 3 અને તાલુકામાં 3 એમ 6 કેસ નોંધાયા છે. જેમાં ચીરાગ ભૂપતભાઈ રાદડિયા (ઉં.વ.25) ગામ- મેતા ખંભાળિયા, રામશંકરભાઈ દેવશંકરભાઈ પંડ્યા (ઉં.વ.73) ગાયત્રીનગર – ગોંડલ, વિશાલભાઈ ભીખાભાઈ ખુંટ (ઉં.વ. 34) ગામ – દેવચડી, શૈલેન્દ્ર દશરથ પાસવાન- (ઉ.વ.32) સબજેલ-ગોંડલ, ગીતાબેન રમેશભાઈ ગોંડલીયા (ઉં.વ.60) મહાકાળીનગર- ગોંડલ અને મનસુખભાઇ ગોરધનભાઈ રાઠોડ (ઉં.વ.52) પંચવટી સોસાયટી- ગોંડલનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લામાં નોંધાયેલા 14 કેસો 

અમરેલી જિલ્લામાં આજે સવારે 8 વાગ્યા પહેલા 14 કેસ નોંધાયા છે. જેમાં પાણીયા ગામના 50 વર્ષના પુરૂષ, અમરેલીના શ્યામનગરના 39 વર્ષના પુરૂષ, કુંકાવાવના ઢુંઢીયા પીપળીયા ગામના 43 વર્ષના પુરૂષ, દામનગરના 65 વર્ષના મહિલા, બગસરાના ખારી-ખીજડીયા ગામના 31 વર્ષના મહિલા, સાવરકુંડલાની હોથીભાઇ શેરીમાં રહેતા 50 વર્ષના પુરૂષ, અમરેલીની સિદ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા 30 વર્ષના પુરૂષ, કુંકાવાવના જંગર ગામના 65 વર્ષના મહિલા, લાઠીના રામપર ગામના 75 વર્ષના વૃદ્ધા, ખાંભાના 65 વર્ષના પુરૂષ, જાફરાબાદના પીપળીકાંઠાના 55 વર્ષના મહિલા, સાવરકુંડલાના હાડીડા ગામના 75 વર્ષના પુરૂષ, સાવરકુંડલાના નેસડી ગામના 66 વર્ષના પુરૂષ અને સાવરકુંડલાના સર્વોદયનગરના 65 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. જસદણના કૈલાસનગર આટકોટ રોડ પર રહેતા ગોપાલભાઈ ટપુભાઈ છાયાણી (ઉં.વ.68)ને કોરોના પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments