મધ્યપ્રદેશમાં નવી સરકારના 29 દિવસ : શિવરાજના મંત્રીમંડળની રચના આજે, બપોરે 12 કલાકે શપથ, ભાજપના 3 નેતા અને સિંધિયા ગ્રુપના તુલસી સિલાવટ અને ગોવિંદ રાજપૂત મંત્રી બનશે

0
7

ભોપાલ. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. ભાજપમાંથી ત્રણ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના બે મંત્રીનો તેમાં સમાવેશ કરાશે. શપથ બપોરે 12 વાગે રાજભવનમાં થશે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિરોત્તમ મિશ્રા, મીના સિંહ અને કમલ પટેલ મંત્રી થશે, જ્યારે સિંધિયા એ તુલસી સિલાવટ અને ગોવિંદ સિંગ રાજપૂતને મંત્રી બનાવવા અંગે સહમતિ આપી છે. નામ નક્કી થયું તે સમયે ગોપાલ ભાર્ગવ, ભુપેન્દ્ર સિંહ અને બિસાહૂલાલ સિંહના નામ પર પણ ચર્ચા થઈ હતી, જોકે નાનું મંત્રીમંડળ હોવાના પગલે હાલ તેમને હોલ્ડ પર મૂકવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ સોમવારે સવારે ભોપાલ આવી ગયા હતા, જોકે સાંજે સાગર રવાના થયા હતા.

ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પાસેથી મંજૂરી મળ્યા બાદ સોમવારે સાંજે એક વખત ફરી નામો પર વિચારણા થઈ હતી. સાથે જ ફોન પર રાજ્યના નેતાઓ અને મુખ્યમંત્રીઓની વચ્ચે ચર્ચા થઈ હતી. બાદમાં મુખ્યમંત્રી એ મંગળવારના તમામ કાર્યક્રમ નક્કી કર્યા. રાજભવનના જણાવ્યા મુજબ બપોરે 12 કલાકે સાધારણ રીતે શપથ થશે. કમલ પટેલને મંત્રી બનાવવા પાછળ એમ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા સિલાવટે ભાજપમાં આવ્યા બાદ આ વિભાગ પ્રત્યે અનિચ્છા જાહેર કરી હતી.

ઘણા વરિષ્ઠ ધારાસભ્યોને હોલ્ડ પર મૂક્યા

પ્રથમ તબક્કામાં ભાજપના ઘણા ધારાસભ્યો ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્ર સિંહ, ગૌરીશંકર બિસેન, વિજય શાહ, યશોધરા રાજે સિંધિંયા, રાજેન્દ્ર શુક્લા અને રાજપાલ સિંહની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બિસાહૂલાલ સિંહ, મહેન્દ્ર સિંહ સિસોદિયા અને પ્રભુરામ ચૌધરીને હાલ વિકલ્પ તરીકે રાખ્યા છે. તેમાંથી કેટલાક નામો પર વિચાર પણ કરવામાં આવ્યો હતો અને અગાઉ ચર્ચા હતી કે સિંધિયાના દબાણમાં મંત્રીમંડળ 10થી 12નું થઈ શકે છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ સંખ્યા સીમિત કરી દીધી છે.

દરેક વર્ગને સાધવાની કોશિશ

મુખ્યમંત્રી  ચૌહાણના શપથના 29 દિવસ બાદ તેમના મંત્રીઓને શપથ લેવડાવવામાં આવી રહ્યાં છે. હાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો સિલાવટ અને રાજપૂતને જ સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મુદ્દે જાતીય સમીકરણને સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલા અને આદિવાસી વર્ગનું પ્રતિનિધિત્વ મીના સિંગ, ઓબીસી વર્ગના કમલ પટેલ, અનુસુચિત વર્ગના સિલાવટ અને સામાન્ય વર્ગમાંથી ડોક્ટર નરોતમ મિશ્રા અને ગોવિંદ સિંહ રાજપૂતને પ્રતિનિધિત્વ અપાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કમલનાથ મંત્રીમંડળમાં સિલાવટની પાસે સ્વાસ્થ્ય અને રાજપૂતની પાસે પરિવરહન વિભાગની કમાન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here