ગાંધીનગર : 29 IPSની બદલી, 7 PIને બઢતી આપી DYSP બનાવાયા, અજય તોમર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP

0
0

ગાંધીનગર: ગુજરાતના 29 આઈપીએસ અધિકારીઓ બદલી કરી દેવામાં આવી છે. જેમાંથી 15 ડીવાયએસપીને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. અજય તોમરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના જેસીપી, સમશેરસિંહને સાઆઈડી ક્રાઈમના ADG, અક્ષયરાજ મકવાણાને પાટણના SP, મનોજ શશીધરનને ગાંધીનગર ઇન્ટેલિજન્સના ADGP અને ડી.બી. વાઘેલાને અમદાવાદ ACBના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે.

2017ની બેચના બેની નિમણૂક
રાજ્યના 7 PIને પ્રમોશન આપી DYSP બનાવવામાં આવ્યા. એસીબીના કેસમાં આરોપી DYSP જે. એમ ભરવાડની પણ બદલી કરવામાં આવી છે. જો કે, હજી સુધી તેઓને પોસ્ટીંગ અપવામાં આવ્યું નથી. 2017ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવેલ IPS નિતેશ પાંડેની ધોળકા DYSP અને સાગર બાગમરની જેતપુર DYSP તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અધિકારી નિમણૂક પદ
આર.બી. બ્રહ્મભટ્ટ સુરત પોલીસ કમિશ્નર
સંજય શ્રીવાસ્તવ એડીજીપી આર્મ્ડ યુનિટ
અજય તોમર જેસીપી સ્પેશિયલ બ્રાંચ, અમદાવાદ
ડો. સમશેર સીંગ એડીજીપી સીઆઈડી ક્રાઈમ
ડો. કે એલ એન રાવ એડીજીપી જેલ
મનોજ શશીધરન એડીજીપી, આઈબી
ખુરશીદ અહેમદ જેસીપી ટ્રાફિક, રાજકોટ
હરિકૃષ્ણ પટેલ આઈજીપી, વહીવટ શાખા
સુભાષ ત્રિવેદી આઈજીપી, બોર્ડર રેન્જ
ડી બી વાઘેલા એડીશનલ ડાયરેક્ટર, એસીબી
નિપુણા તોરવણે જેસીપી, સેક્ટર 2, અમદાવાદ
મનીન્દરસીંગ પવાર આઈજીપી, જુનાગઢ રેન્જ
એમ એસ ભરાડા આઈજીપી ગોધરા રેન્જ
નિલેશ જાજડિયા એસપી, વેસ્ટર્ન રેલ્વે
તરૂણ દુગ્ગલ એસપી, બનાસકાંઠા
સરોજ કુમારી ડીસીપી, વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર
સુધીર દેસાઈ એસપી, વડોદરા ગ્રામ્ય
મનીષ સીંગ એસપી, મહેસાણા
અક્ષયરાજ મકવાણા એસપી, પાટણ
આર ટી સુસરા એસપી, સ્ટેટ રેકોર્ડ ક્રાઈમ બ્યુરો
અચલ ત્યાગી ડીસીપી ઝોન 4, વડોદરા શહેર
અજીત રાજન ડીસીપી ટ્રાફિક, અમદાવાદ
સંદીપ ચૌધરી ડીસીપી ઝોન 2, વડોદરા શહેર
પ્રશાંત સુમ્બે ટ્રાફિક ડીસીપી, સુરત શહેર
વાસમશેટ્ટી રવિ તેજા ડીસીપી ઝોન 5, અમદાવાદ શહેર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here