ઇટલીમાં એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના 29 મિલિયન ડોઝ પર દરોડો પાડવામાં આવ્યો

0
9

એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના એક સપ્તાહ પૂર્વે સુપરત કરવામાં આવેલાં આંકડામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો અમેરિકન અધિકારીઓએ જાહેરમાં આક્ષેપ કરતાં એસ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું હતું કે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અમારી રસી કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ પર 79 ટકા નહીં પણ 76 ટકા અસરકારક છે.

બીજી તરફ યુરોપમાં કરાર અનુસાર કોરોનાની રસીની ડિલિવરી ન થઇ હોવાથી ઇટલીમાં નિકાસ માટે ફેકટરીમાં તૈયાર રાખવામાં આવેલાં 29 મિલિયન રસીના જથ્થા પર યુરોપિયન કમિશને દરોડો પાડીને કોરોનાની રસીની નિકાસ પર કડક નિયંત્રણો લાદવાની હિમાયત કરી હતી.

યુએસમાં એક સ્વતંત્ર પેનલે તેના અભ્યાસમાં એેસ્ટ્રાઝેનેકા તેની રસીના મુકાવવાથી મળતાં રક્ષણની ટકાવારી વધારવા માટે તેમને અનુકૂળ આવે તેવા ડેટા જ પસંદ કરવામાં આવે છે તેવો આરોપ મુક્યો હતો.

યુએસના આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓએ એસ્ટ્રાઝેનેકા કંપનીને એક આકરો પત્ર લખીને જણાવ્યું હતું કે કંપનીએ અભ્યાસ દરમ્યાન થયેલાં કેટલાક કેસોને પડતા મુક્યા હતા. આ પગલાંને કારણે વિજ્ઞાાનમાં લોકોએ મુકેલા વિશ્વાસને ઘસારો પહોંચે છે. કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કંપનીએ આપેલો નવો ડેટા ખાતરીલાયક છે અને તે રસીને મંજૂરી આપવા માટે પૂરતો છે.

બીજી તરફ એસ્ટ્રાઝેનેકા અને યુરોપિયન કમિશન વચ્ચે થયેલી તકરારને પગલે યુરોપિયન યુનિયને કોરોનાની રસીની નિકાસ પર વધારે કડક નિયંત્રણો મુકવાની ભલામણ કરી હતી. એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના 29 મિલિયન ડોઝ નિકાસ કરવા માટે ઇટલીમાં રોમની બહાર એક ફેકટરીમાં તૈયાર હતા ત્યારે જ દરોડો પાડવામાં આવ્યો હતો.

એસ્ટ્રાઝેનેકાએ આ દરોડાના અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ રસીનો જથ્થો યુરોપિયન યુનિયનની બહાર બનાવવામાં આવ્યો હતો અને તેને કોવાક્સ કાર્યક્રમ હેઠળ વિતરીત કરવા માટે શીશીઓમાં ભરતાં પૂર્વે તેને ફેકટરીમાં લાવવામાં આવ્યો હતો. આમાંથી તેર મિલિયન ડોઝ કોવાક્સ માટે ક્વોલિટી કન્ટ્રોલ રિલિઝની રાહ જોતાં પડયા હતા જ્યારે બીજા 16 મિલિયન ડોઝ યુરોપમાં રિલિઝ કરવા માટે ક્વોલિટી કન્ટ્રોલની રાહ જોતા પડયા હતા.

દરમ્યાન યુએસમાં ગ્રામીણ વિસ્તારો અને ગરીબ કોમ્યુનીટીમાં કોરોનાની રસી પહોંચાડવા માટે વ્હાઇટ હાઉસ દ્વારા બીજા 10 બિલિયન ડોલર ફાળવવામાં આવ્યા હતા. એપ્રિલથી આ નાણાં સમગ્ર દેશમાં ફેલાયેલાં 1400 હેલ્થ સેન્ટરોને વિતરીત કરવામાં આવશે.

દરમ્યાન લાન્સેટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આફ્રિકામાં કોરોના મહામારીનું બીજું મોજું 30 ટકા વધારે ચેપી નીવડયું છે. આજે દુનિયામાં કોરોનાના નવા 2,12,896 કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા 125,636,566 થઇ હતી. આજે કોરોનાના કારણે 3520 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક વધીને 27,59,685 થયો હતો. સૌથી વધારે મરણ આજે મેક્સિકોમાં 579 અને તે પછી પોલેન્ડમાં 520 નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here