કોરોનાવાઈરસ સામે સતત 35 દિવસ લડત આપ્યા બાદ 29 વર્ષીય ડોક્ટર ડોંગનું સ્ટ્રોકને લીધે નિધન થયું,

0
10
  • જન્મદિવસના અઠવાડિયાં પહેલાં સ્ટ્રોક આવવાથી દુનિયાને અલવિદા કહી તેઓ જતા રહ્યા
  • મૃત્યુના અગાઉના 19 દિવસથી તેઓ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સેવા આપી રહ્યા હતા
  • ઘરમા પિતા બીમાર હોવા છતાં નિસ્વાર્થ ભાવે તેમણે હોસ્પિટલમાં સેવા આપી
  • અંતિમ યાત્રામાં ‘વેલકમ હોમ ટુ ધ એન્ટિ કોરોનાવાઈરસ હીરો’નું બોર્ડ લઈ લોકોએ શ્રદ્ધાંજલિ આપી
  • ડો. ડોંગ 3 માર્ચથી હોસ્પિટલમાં દાખલ હતા

હુબેઈ,ચીન: કોરનાવાઈરસે સમગ્ર વિશ્વમાં પોતાનો ભય ફેલાવ્યો છે. તેનો સામનો કરવા માટે મેડિકલ સ્ટાફ નિઃસ્વાર્થ ભાવે ખડેપગે સેવા આપી રહ્યો છે. ખરા અર્થમા તેઓ જ હીરો છે. ચીનમાં આવા જ એક હીરો કોરોનાસામેની લડાઇમાં હારી ચૂક્યા છે. ચીનના હુબેઈ શહેરની હોસ્પિટલમાં 35 દિવસથી ફરજ બજાવતા 29 વર્ષીય ડોક્ટર ડોંગ ટાઈન મૃત્યુ પામ્યા છે. સ્ટ્રોક આવવાને લીધે તેમનું મૃત્યુ થયું છે.

ગત શનિવારે તેમના મૃત્યુના સમાચાર મળતાં જ હોસ્પિટલની ટીમ અને પરિવારને ઘેરો આઘાત પહોંચ્યો છે. ડોંગ સતત મેડિકલ સેવામાં કાર્યરત હતા. તેમના મૃત્યુના અગાઉના 19 દિવસથી તેઓ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સેવા આપી રહ્યા હતા. તેમનો સેવાભાવ એ હદે હતો કે પોતાના ઘરમાં પત્ની અને બીમાર પિતાને છોડી તેઓ હોસ્પિટલ અન્ય લોકોની સેવાએ દોડ્યા હતા.

ધ એન્ટિ કોરોનાવાઈરસ હીરો

આ ડોક્ટરની અંતિમ યાત્રાના વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. તેમની અંતિમયાત્રામાં લોકો ‘વેલકમ હોમ ટુ ધ એન્ટિ કોરોનાવાઈરસ હીરો’નું બોર્ડ લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.

ડો.ડોંગ હોમ ક્વૉરન્ટાઈનમા હતા

જાન્યુઆરીથી સતત સેવા આપી રહ્યા ડો.ડોંગે 29 ફેબ્રુઆરીએ બ્રેક લીધો હતો. ક્વૉરન્ટાઈનના નિયમ મુજબ તેમણે પણ પોતાને આઈસોલેશનમાં રાખ્યા હતા. આઈસોલેશનમાં તેમની તબિયત ખરાબ થઈ હતી. તેમને માથાનો દુખાવો અને બોલવામાં પડતી તકલીફ જણાતા તેઓ હોસ્પિટલમાં 3 માર્ચે દાખલ થયા હતા. હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાથી તેઓ દુનિયાને તેમના જન્મદિવસના અઠવાડિયા પહેલાં અલવિદા કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here