વડોદરાના 292 સોસાયટી વિસ્તારોને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મૂકાયા

0
7

વડોદરા શહેરમાં કોરનાના કહેર વચ્ચે હાલ 1146 જેટલા સોસાયટી વિસ્તારો રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. જોકે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે જાહેરનામુ બહાર પાડીને આજે એક સાથે 292 જેટલા સોસાયટી વિસ્તારોને રેડ ઝોનમાંથી મુક્ત કર્યાં છે અને ઓરેન્જ ઝોનમાં મૂક્યા છે. જેમાં શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનના સોસાયટી વિસ્તારોનો સમાવેશ થાય છે.

પૂર્વ અને દક્ષિણ ઝોનની 74 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરાઇ

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનની 74 સોસાયટીઓમાં 30 જુલાઇથી 25 ઓગસ્ટ દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત આ વિસ્તારોમાંથી કેટલાક લોકોના લેવાયેલા સેમ્પલ કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરીને ધ્યાને રાખીને 74 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે.

ઉત્તર ઝોનની 75 સોસાયટીઓ રેડ ઝોનમાંથી મુક્ત

વડોદરાના ઉત્તર ઝોનની 75 સોસાયટીઓમાં 18 જૂનથી 24 ઓગસ્ટ દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત આ વિસ્તારોમાંથી કેટલાક લોકોના લેવાયેલા સેમ્પલ કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરીને ધ્યાને રાખીને 75 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે.

દક્ષિણ ઝોનની 71 સોસાયટીઓ રેડ ઝોનમાંથી મુક્ત

વડોદરા શહેરના દક્ષિણ ઝોનની 71 સોસાયટીઓમાં 11 જુલાઇથી 25 ઓગસ્ટ દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત આ વિસ્તારોમાંથી કેટલાક લોકોના લેવાયેલા સેમ્પલ કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરીને ધ્યાને રાખીને 71 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે.

ઉત્તર અને પશ્ચિમ ઝોનની 72 સોસાયટીઓ રેડ ઝોનમાંથી મુક્ત

વડોદરા શહેરના ઉત્તર અને પશ્ચિમ ઝોનની 72 સોસાયટીઓમાં 11 જૂનથી 24 ઓગસ્ટ દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત આ વિસ્તારોમાંથી કેટલાક લોકોના લેવાયેલા સેમ્પલ કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરીને ધ્યાને રાખીને 72 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here