કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: દિલ્હીના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત 60 સ્ટાફ કોરોના પોઝિટિવ

0
11

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29,572એ પહોંચી છે અને 939 લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 522, ગુજરાતમાં 247, દિલ્હીમાં 190, રાજસ્થાનમાં 77 સહિત 1500થી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા  covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 28,380 સંક્રમિત છે. જેમાંથી 21,132ની સારવાર ચાલી રહી છે, 6362 સાજા થયા છે અને 886 લોકોના મોત થયા છે.

મહત્વના અપડેટ્સ 

  • લખનઉમાં કોરોના વાઈરસના 7 નવા દર્દી સામે આવ્યા છે, આ તમામને હોસ્પિટલમાં ભરતી કરાયા છે
  • દિલ્હીમાં આજથી લોકડાઉમાં છૂટ છાટ આપવામાં આવશે. દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ પશુ પાલકો, પ્લમ્બર અને વીજ કર્મીઓ પર પ્રતિબંધ હટાવી દીધો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં હેલ્થવર્કર્સ, લેબ ટેક્નીશિયન અને વૈજ્ઞાનિકોને આંતર રાજ્ય મુસાફરી કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
  •  પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસને કારણે વધુ એક ડોક્ટરનું મોત થયું છે, અત્યાર સુધી બે ડોક્ટર કોરોનાનો ભોગ બની ચુક્યા છે.

26 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયુ સંક્રમણ

કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ(યૂટી)માં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યો છે. જેમાંથી દિલ્હી, ચંદીગઢ, આંદમાન-નિકોબાર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલાનું મોત
મહારાષ્ટ્ર 8590 1282 369
ગુજરાત 3548 394 162
દિલ્હી 3108 877 54
રાજસ્થાન 2262 744 50
મધ્યપ્રદેશ 2165 357 110
તમિલનાડુ 1937 1101 24
ઉત્તરપ્રદેશ 1986 399 31
આંધ્રપ્રદેશ 1177 235 31
તેલંગાણા 1003 332 25
પશ્વિમ બંગાળ 649 105 20
જમ્મુ-કાશ્મીર 546 164 07
કર્ણાટક 512 193 19
કેરળ 482 355 04
પંજાબ 330 98 19
હરિયાણા 301 213 03
બિહાર 346 56 02
ઓરિસ્સા 111 37 01
ઝારખંડ 103 37 03
ઉત્તરાખંડ 51 33 00
હિમાચલ પ્રદેશ 40 22 02
આસામ 36 27 01
છત્તીસગઢ 37 32 00
ચંદીગઢ 45 17 00
આંદામાન-નિકોબાર 33 18 00
લદ્દાખ 20 16 00
મેઘાલય 12 00 01
પુડ્ડુચેરી 08 04 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

 

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિત-2165ઃ અહીંયા સોમવારે 75 નવા કોરોના દર્દી સામે આવ્યા હતા. ઈન્દોરમાં બાકીના દેશ કરતા વધારે ઘાતક વાઈરસના એક્ટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વાઈરસ ચીનના વુહાનમાં ફેલાયેલા વાઈરસ જેવો જ છે. ઈન્દોરના સેમ્પલ તપાસ માટે ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે મોકલાયા છે. અહીંયા બીજા રાજ્યોના સંક્રમિતોના સેમ્પલથી ઈન્દોરના દર્દીઓના સેમ્પલની સરખામણી કરાશે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1986- રાજ્યમાં સોમવારે 113 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી પછી અહીંયા પણ પ્લાઝ્મા થેરેપીથી કોરોના સંક્રમિતોની સારવાર શરૂ થઈ ગઈ છે. રવિવારે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી અને હોસ્પિટલમાં ભરતી કરાયેલા ડોક્ટરને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી હતી.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ8590- અહીંયા સોમવારે સંક્રમણના 522 કેસ મળ્યા છે. BMCએ સોમવારે જણાવ્યું કે, અહીંયા કોરોનાને પછાડનારા 4 દર્દીઓનો એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેમના પ્લાઝ્મા અન્ય દર્દીઓને આપી શકાશે.

મુંબઈ ખાતે બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓ માટે ક્વૉરન્ટીન સેન્ટર બનાવાયું છે. મુંબઈમાં દેશના કોઈ અન્ય શહેરની સરખામણીમાં સૌથી વધારે સંક્રમિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here