Tuesday, December 7, 2021
Home3 દિવસથી ગુમ ખેડબ્રહ્માના માતા-પુત્રની લાશ ખેડવા ડેમમાંથી મળી
Array

3 દિવસથી ગુમ ખેડબ્રહ્માના માતા-પુત્રની લાશ ખેડવા ડેમમાંથી મળી

ખેડબ્રહ્મા: 3 દિવસથી ગૂમ ખેડબ્રહ્મા તાલુકાના દીધાયા ગામની મહિલા અને તેના દોઢ વર્ષીય પુત્રની લાશ બુધવારે બપોરે ખેડવા ડેમમાંથી મળી આવતા ચકચાર મચી હતી. ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામના પોપટભાઇ મકવાણાના પ્રથમ પત્નીનું અવસાન થયા બાદ તેમણે ચંદ્રિકાબેન સાથે લગ્ન કર્યા હતા અને લગ્નજીવન દરમિયાન એક પુત્ર થયો હતો. ચંદ્રિકાબેન બીમાર રહેતા હોઇ અને માનસિક સારવાર ચાલતી હોઇ પોપટભાઇ મકવાણા 27 જાન્યુઆરીએ દવા લેવા હિંમતનગર ગયા હતા અને પરત ફરતા ચંદ્રિકાબેન અને દોઢ વર્ષીય પુત્ર ક્રિશ ઘેર ન હતા.

ચંદ્રિકાબેન અવારનવાર કોઇને કહ્યા વગર જતા રહેતા હોવાથી અને સગાસંબંધીઓને ઘેરથી મળી આવતા હોવાને કારણે પોપટભાઇએ સગા સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂ કરી હતી દરમિયાનમાં ખેડવા ડેમમાં માછીમારી કરતા લોકોએ બુધવારે બપોરે ત્રણેક વાગ્યે ડેમના દરવાજા નજીક બાળકની લાશ પાણીમાં તરતી જોતા તેને બહાર કાઢી હતી ડેમથી ત્રણ- ચાર કી.મી. ના અંતરે રહેતા પોપટભાઇને ખેડવા ડેમમાંથી નાનુ બાળક મળ્યુ હોવાના સમાચાર મળતા દોડી આવ્યા હતા અને પોતાનુ જ બાળક મૃત અવસ્થામાં મળતા હૈયાફાટ રૂદન કર્યુ હતું.

તેમણે બાળકની સાથે ચંદ્રિકાબેન પણ હોવાનુ જણાવતા ખેડબ્રહ્મા અને હિંમતનગર ફાયરબ્રીગેડ ટીમોને બોલાવાઇ હતી અને સાંજે 6.30 વાગ્યે પાણીમાં ડૂબેલા ચંદ્રિકાબેનની લાશ પણ બહાર કાઢવામાં આવી હતી. માતા પુત્રના ડૂબી જવાની કરુણાંતિકા સર્જાવા છતા સિંચાઇ, પંચાયત, વહીવટી કે પોલીસ તંત્રના એક પણ અધિકારીએ સ્થળ ઉપર ફરકવાનુ મુનાસિબ માન્યુ ન હતું.

ડેમ ઉપર ચોકીદાર રહેતો હોવાનો ઇજનેરનો દાવો

સિંચાઇ વિભાગના ડી.ઇ.આરબી દાફડાએ જણાવ્યુ કે સાંજે પાંચ વાગ્યે તેમના વર્ક આસિસ્ટન્ટનો ફોન આવ્યો હતો અને દોઢ વર્ષના બાળકની લાશ મળી આવ્યાની જાણ કરી હતી. ડેમ ઉપર ચોકીદાર હાજર ન રહેતો હોવાનો દાવો કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments