Thursday, October 21, 2021
Home3 ભારત રત્ન સહિત 112 મહાનુભવોને પદ્મ એર્વોડની જાહેરાત,
Array

3 ભારત રત્ન સહિત 112 મહાનુભવોને પદ્મ એર્વોડની જાહેરાત,

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની સાથે સામાજીક કાર્યકર્તા અને સંઘ વિચારક નાનાજી દેશમુખ અને પ્રખ્યાત સંગીતકાર ભૂપેન હરારિકાને મરણોપરાંત ભારત રત્નનું સન્માન આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની ત્રણ પ્રમુખ હસ્તીઓને ભારત રત્ન આપવાનું એલાન કર્યું છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નામ સામેલ છે. જ્યારે કે નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્ન આપવાનું એલાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રણવ દા આપણા સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે દાયકાઓ સુધી દેશની નિ:સ્વાર્થ અને અથાગ સેવા કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરી આપી શુભેચ્છાઓ

પ્રણવ મુખરજી

પ્રવણ મુકરજી ભારતના 13મા રાષ્ટ્પતિ રહી ચૂક્યાં છે. તેમણે 25મી જુલાઇ 2012માં રાષ્ટ્રપતિપદની શપથ લીધી હતી અને તેઓ આ પદ પર 25મી જુલાઇ 2017 સુધી રહ્યાં હતા. 1984માં તેઓ દેશના નાણામંત્રી રહી ચૂક્યાં છે. નરસિંહરાવની સરકારમાં 1995 થી 1996 સુધી તેમણે વિદેશ મંત્રી તરીકે સેવાઓ આપી હતી.

નાનાજી દેશમુખ

11મી ઓક્ટોબર 1916માં જન્મેલા નાનાજી દેશમુખનું 27મી ફેબ્રુઆ 2010માં અવસાન થયું હતું. તેઓ સમાજસેવી અને ભારતીય જનસંઘના નેતા હતા. 1977માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની હતી ત્યારે તેમને મોરારજી દેસાઇની સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ આ પદ તેમણે ઠુકરાવી દીધું હતું. 60 વર્થથી મોટી ઉંમરના લોકો સરકારથી બહાર રહીને સમાજસેવા કરે તેવું તેઓ માનતા હતા. તેમણે દીનદયાલ ઉપાધ્યાય શોધ સંસ્થાન સાથે સમાજસેવાના કામો કર્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં થયો હતો.

ભૂપેન હજારિકા

ભૂપેન હરારિકા એવા વિરલ કલાકાર છે કે જેમણે ખુદ ગીત લખ્યાં છે અને સંગીત આપ્યું છે. તેમણે ગીતો પણ ગાયા છે. 8 ડિસેમ્બર 1926માં આસામમાં જન્મેલા હજારિકાનું 5 નવેમ્બર 2011માં અવસાન થયું હતું. તેમણે લોકોને તેમના ગીતોના દિવાના બનાવી દીધા હતા. ઓ ગંગા તૂ બહતી ક્યોં હૈ… અને દિલ હૂમ હૂમ કરે… જેવા ગીતો તેમણે લખ્યા હતા.

112 હસ્તીઓને પદ્મ પુરસ્કાર

ભારતની 112 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે જે પૈકી ચાર ને પદ્મ વિભૂષણ, 14ને પદ્મ ભૂષણ અને 94ને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ કલા, સન્માન, સમાજસેવા, લોક મામલા, વિજ્ઞાન, એન્જિનિયરીંગ, વ્યાપાર, ઉદ્યોગ, મેડિસિન, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સિવિલ સેવા જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. આ વખતે પુરસ્કાર મેળવ્યા છે તેમાં 12 મહિલા, એક ટ્રાન્સજેંડર અને 11 વિદેશી સામેલ છે.પદ્મ પુરસ્કારમાં ત્રણને મરણોપરાંત સન્માન આપવામાં આવ્યું છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે એવોર્ડની જાહેરાત થાય છે અને માર્ચ કે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં પુરસ્કાર આપવામાં આવે છે. ગુજરાતના 11 મહાનુભાવોને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે જેમાં આર્ટ અને પેઇન્ટિંગ માટે જ્યોતિ ભટ્ટ અને મુક્તા પંકજ કુમાર દગલી , સોશિયલ વર્ક માટે દિવ્યાંગ કલ્યાણ, આર્ટ અને લોક સાહિત્ય માટે જોરાવરસિંહ જાદવ, આર્ટ અને પેઇન્ટિંગ માટે અબ્દુલ ગફુર ખત્રી, કૃષિ માટે વલ્લભ મારવાનિયા અને બિમલ પટેલ પસંદ થયા છે. મુંબઈ સ્થિત એલ એન્ડ ટી કંપનીના ચેરમેન એ. એમ. નાઇક (દક્ષિણ ગુજરાત) ને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. મુંબઇ સ્થિત ગુજરાતી કટાર લેખક નગીનદાસ સંઘવીને સાહિત્ય અને પત્રકારત્વ કેટેગરીમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ગુજરાત મૂળ વિદેશી નાગરિક, પ્રવીણ ગોરધનને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. યુ.એસ. સ્થિત અન્ય ગુજરાતી ગણપત પટેલ (ગણપત યુનિવર્સિટી) ને સાહિત્ય અને શિક્ષણ વર્ગમાં પદ્મશ્રીથી સન્માનવામાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments