3 મિનિટમાં 300 કિમી દૂર રહેલા Live સેટેલાઇટનો ખુરદો બોલાવ્યો,અંતરિક્ષની દુનિયામાં ભારતની મોટી સિદ્ધી

0
40

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને રાષ્ટ્રજોગ સંદેશ આપતા કહ્યુ કે, અંતરિક્ષમાં મહાશક્તિ બનનારો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. અંતરીક્ષમાં ભારતે અભૂતપૂર્વક સિદ્ધી હાસલ કરી છે. ભારતે અંતરીક્ષમાં લો અર્થ ઓર્બિટમાં લાઈવ સેટેલાઈટનો નાશ કર્યો… દુનિયાના ત્રણ દેશ અમેરિકા, રૂસ અને ચીને અંતરિક્ષમાં આ પ્રકારની ઉપલબ્ધિ હાસલ કરી હતી. ત્યારે આ પ્રકારની શક્તિ મેળવારનો ભારત ચોથો દેશ બન્યો છે. ભારતના વિજ્ઞાનિકોએ 30 કિલોમીટરની દૂરથી લો અર્થ ઓર્બિટે એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે. આ સાથે પીએમ મોદીએ મિશન શક્તિ સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી.. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ શાંતિ અને યુદ્ધથી દૂર રહેવાનો છે. ભારતનું મિશન શક્તિ દેશની શક્તિ માટે મહત્વનુ છે… આજની સફળતાને એક સુરક્ષિત રાષ્ટ્ર તરીકે જોવામાં આવી રહી છે.. ભારત ભવિષ્યના તમામ પડકારનો સામનો કરવા આધુનિક તકનીકનો ઉપયોગ કરવા તૈયાર છે.

 • અમેરિકા,રશિયા અને ચીન બાદ ભારતે આજે અંતરિક્ષમાં અભૂતપૂર્વ સિદ્ધી મેળવી.
 • અંતરિતક્ષમાં લો અર્થ ઓરબિટનો લાઈવ સેટેલાઈટનો નાશ કરાયો
 • અતંરિક્ષમાં અમેરિકા ,રશિયા અને ચીન પછી સિદ્ધિ મેળવનારો ચોથો દેશ

 • ભારતે 3 મિનિટમાં સફળતાપૂર્વક મિશન શક્તિ પાર પાડ્યુ.
 • ભારતમાં વિકસિત ASET સેટેલાઇટ દ્વારા મિશન શક્તિ પાર પાડ્યુ.
 • પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે ફક્ત ત્રણ મિનિટમાં મિશન શક્તિ ઓપરેશન કર્યું છે.
 • લોકકલ્યાણ માટે કરાયુ મિશન શક્તિ.
 • મિશન શક્તિથી કોઇ આંતરરાષ્ટ્રીય સંધિનું ઉલ્લંઘન નથી થયુ.
 • તેમણે જણાવ્યું કે ભારતીઓ માટે ગર્વની વાત છે કે મિશન શક્તિએ માત્ર ત્રણ મિનિટમાં મિસાઈલથી સેટેલાઈટનો ખુરદો બોલાવ્યો છે.
 • તેમણે તે માટે તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.
 • તેમણે જણાવ્યું કે અંતરિક્ષમાં મહા શક્તિ બનનારો ભારત વિશ્વમાં ચોથો દેશ છે.
 • ભારત હંમેશા નિતી નિયમમાં માનનારુ છે માટે અમારી આ નવી ટેકનિક કોઈના વિરુદ્ધમા નથી.
 • મહત્વપૂર્ણ છે કે આપણે આગળ વધીએ અને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરીએ.
 • આપણા જીવનસ્તરમાં સકારાત્મક બદલાવ માટે આધુનિક ટેક્નોલોજી અપનાવી પડશે
 • અમે કોઈ પણ શંકા વગર એક સુરક્ષિત ભારતનું નિર્માણ કરીએ. મારે એવું ભારત બનાવવું છે કે જે બે ડગલા આગળનું વિચારીને ચાલી શકે છે. ભારતે અંતરીક્ષમાં લો અર્થ ઓર્બિટમાં લાઈવ સેટેલાઈટનો નાશ કર્યો.
 • આ મિસાઈલથી ત્રણ મિનિટમાં મિસાઈલથી સેટેલાઈનો ખુરદો બોલાવવામાં આવ્યો. પીએમ મોદીએ મિશન શક્તિ સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી.
 • પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ શાંતિ અને યુદ્ધથી દૂર રહેવાનો છે. ભારતનું મિશન શક્તિ દેશની શક્તિ માટે મહત્વનુ છે.આજની સફળતાને એક સુરક્ષિત રાષ્ટ્ર તરીકે જોવામાં આવી રહી છે. ભારત ભવિષ્યના તમામ પડકારનો સામનો કરવા આધુનિક તકનીકનો ઉપયોગ કરવા તૈયાર છે.
 • યુદ્ધ દરમિયાન દુશ્મન દેશની સંચારવ્યવસ્થાને ઠપ્પ કરી શકે છે LEO સેટેલાઇટ.
  પૃથ્વીથી 2000 કિમીની ઉંચાઇ પર હોય છે LEO સેટેલાઇટ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here