3 મિનિટ સુધી એક જ એન્જિન પર ઉડતું રહ્યું વિમાન, 3330 ફુટની ઊંચાઈએ પાયલટને ભૂલ સમજાઈ

0
45

નવી દિલ્હીઃ ગોએરનાં પાયલટની એક મોટી બેદરકારી સામે આવી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ A-320નાં એક એન્જિન સાથે પક્ષી અથડાયું હતું. જેથી પાયલટે ભૂલથી કામ કરી રહેલા એન્જિનને બંધ કરી દીધુ હતુ. 3330 ફુટની ઊંચાઈ પર પહોંચીને ઉડાનમાં આવી રહેલી મુશ્કેલીનું સમાધાન ન આવ્યુ ત્યારે પાયલટ ફ્લાઈટ પરત દિલ્હી એરપોર્ટ પર લઈ આવ્યો હતો. આ વિમાન 156 યાત્રીઓ સાથે આશરે 3 મીનીટ સુધી ખરાબ એન્જિનનાં સહારે ઉડતું રહ્યુ હતુ.

એન્જિનમાંથી અવાજ આવી રહ્યો હતો
  • DGCAનાં રિપોર્ટમાં બહાર આવેલી આ ઘટના 21 જૂન,2017 સવાર 5.58 કલાકની છે. આ રિપોર્ટમાં ઉડાન ભરતી સમયે એક પંખી વિમાનનાં 2 નંબરનાં એન્જિન સાથે અથડાયુ હતુ. આ એન્જિનમાંથી અવાજ આવવા લાગ્યો જેથી પાયલટે આ એન્જિનને બંધ કરી દીધુ
  • પાયલટને લાગ્યુ કે ઊંચાઈ પર પહોંચીને ફરી એન્જિન ચાલુ કરવાથી ઠીક થઈ જશે, પરંતુ તેમણે ભૂલથી યોગ્ય કામ કરતું એક નંબરનું એન્જિન બંધ કરી દીધુ હતુ.
  • ભૂલની ખબર પડી ત્યારે વિમાન 3100 ફુટની ઊંચાઈએ એન્જિન નંબર-1ને ફરી ચાલુ કરવામાં આવ્યુ હતુ. પરંતુ તે સમયે એન્જિન ચાલુ થઈ શક્યુ ન હતુ.પાયલટનાં પ્રયાસ બાદ 3108 ફુટની ઊંચાઈ પર એન્જિને કામ કરવાનું ચાલુ કર્યુ. ત્યારે વિમાનને દિલ્હી પરત લઈ જવાનો નિર્ણય કરાયો
  • લેન્ડ કરતી વખતે વિમાનનું ફક્ત એક જ એન્જિન કામ કરી રહ્યું હતુ.  વિમાનની તપાસ દરમિયાન બીજા નંબરનાં એન્જિન પણ લોહીનાં ધબ્બા જોવા મળ્યા હતા. એન્જિનનાં પંખાની બે બ્લેડ પંખીનાં ટકરાવાથી ખરાબ થઈ ચુકી હતી.
DGCAએ પાયલટ પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા

રિપોર્ટ પ્રમાણે બેદરકારી દાખવવા બદલે ગોએરનાં A-320 વિમાનનાં પાયલટ પર કાર્યવાહી કરવામાં આવશે. DGCAનાં રિપોર્ટ પ્રમાણે, પાયલટ તથા ક્રુનાં સભ્યોએ ઈમરજન્સી દરમિયાન ખોટો નિર્ણય લઈને મુસાફરોનાં જીવને જોખમમાં મુકવાનું કામ કર્યુ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here