Tuesday, December 7, 2021
Home3 રાજ્યમાં 24 બોગસ કંપની ઉભી કરીને 1 હજાર કરોડની GST ચોરીનું...
Array

3 રાજ્યમાં 24 બોગસ કંપની ઉભી કરીને 1 હજાર કરોડની GST ચોરીનું કૌભાંડ ઝડપાયું

વડોદરાઃ સેન્ટ્રલ જી.એસ.ટી એન્ડ કસ્ટમ, વડોદરા-2 દ્વારા 1,015 કરોડનું આંતર રાજ્ય બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં બોગસ બિલોના આધારે 200 કરોડની ટેકસ ક્રેડિટ આપવામાં આવી હતી. જીએસટી વિભાગના અધિકારીઓએ જોધપુર, બેંગલોર, મુંબઇ અને થાણે સ્થિત મેસર્સ અથીરા સ્ટીલ કોર્પેરેશન અને મેસર્સ રેર અર્થ ટ્રેડ ઇમ્પેક્ષ નામની બે કંપનીઓની સંડોવણી હોવાનું તપાસમાં પકડી પાડ્યું હતુ. આંતરરાજ્ય બોગસ બિલ
કૌભાંડ માં ટેક્સ ક્રેડિટનો આંક 1000 કરોડ સુધી પહેંચી તેવી શકયતા છે.

સેન્ટ્રલ જી.એસ.ટી એન્ડ કસ્ટમ, વડોદરા-2 દ્વારા આંકડાકીય માહિતીના એનાલિસિસ બાદ કાગળ પર ઉભી કરવામાં આવેલી બે કંપનીઓ મેસર્સ અથીરા સ્ટીલ કોર્પેરેશન અને મેસર્સ રેર અર્થ ટ્રેડ ઇમ્પેક્ષની ઓળખ કરીને પકડી પાડવામાં આવી છે. બંને કંપનીઓ દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી બતાવવામાં આવતી હતી.

જીએસટી વિભાગની વધુ તપાસમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આવેલાં 24 જેટલાં બનાવટી યુનિટની જાણકારી સામે આવી હતી. તેમાં તપાસ કરાતાં 1,015 કરોડનાં બોગસ બિલ કૌભાંડમાં 598 યુનિટ સામે તપાસ કરાઇ હતી. તમામ યુનિટની ચકાસણીમાં 14,000 ડોક્યુમેન્ટની ઝીણવટભરી તપાસ બાદ 1,015 કરોડનાં બનાવટી બિલ પકડી પાડવામાં આવ્યાં હતાં અને 200 કરોડની ટેક્સ ક્રેડિટનાં ઇનવોઇસ સામે આવ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments