કોરોના વર્લ્ડ : અત્યાર સુધીમાં 3.16 લાખ મોત, દક્ષિણ આફ્રિકામાં લોકડાઉન દરમિયાન દારૂ અને સિગરેટના વેચાણ પર પણ પ્રતિબંધ

0
6

વોશિંગ્ટન. વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 48 લાખ 1 હજાર 532 લોકો સંક્રમિત છે. જ્યારે તેનાથી જીવ ગુમવનારાઓની સંખ્યા 3 લાખ 16 હજાર 663 થઈ છે. જોકે 18 લાખ 58 હજાર 108 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા સાત સપ્તાહથી લોકડાઉન છે. આ દરમિયાન સરકારે દારૂ અને સિગરેટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. તેનાથી અપરાધનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી છે. આફ્રિકામાં અત્યાર સુધીમાં સંક્રમણના 15 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 264 લોકોના મોત થયા છે.

નેપાળમાં લોકડાઉનને 2 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. જર્મની પોલીસે દેશમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની વિરુદ્ધ દેખાવો કરી રહેલા 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરી રહ્યાં હતા.બીજી તરફ ન્યુયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ પત્રકારો સામેના લાઈવ બ્રીફિંગ દરમિયાન કોરોનાવાઈરસનો ટેસ્ટ કરાવ્યો. જર્મની પોલીસે દેશમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની વિરુદ્ધ દેખાવો કરી રહેલા 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરી રહ્યાં હતા.ક્યૂમોએ કહ્યું કે તેઓ એ જોવા માંગતા હતા કે ટેસ્ટ કેટલો ઝડપી અને સરળતાથી થાય છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક દિવસે 40 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ન્યુયોર્ક અમેરિકામાં મહામારીનું એપિસેન્ટર રહ્યું છે. અહીં 24 કલાકમાં 139 લોકો મૃત્યુ પામ્યા છે. મોતનો આંકડો 28 હજાર 325 થયો છે.

અમેરિકાઃ 90 હજારથી વધુ મોત

અમેરિકામાં 24 કલાકમાં 820 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામનારાઓની સંખ્યા 90 હજારથી વધુ થઈ ગઈ છે. અહીં પ્રત્યેક દિવસે થતા મોતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. દેશમાં 15 લાખ 27 હજારથી વધુ લોકો સંક્રમિત છે. ન્યુયોર્ક અને ન્યુજર્સીમ સૌથી વધુ પ્રભાવિત છે. ન્યુયોર્કમાં જ સંક્રમણના ત્રણ લાખથી વધુ કેસ છે. ન્યુજર્સીમાં એક લાખથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 10 લોકોના મોત થયા છે.

ફ્રાન્સઃ 28 હજાર લોકોના મોત

ફ્રાન્સમાં 24 કલાકમાં  483 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા 28 હજાર 108 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે હોસ્પિટલોમાં 54 લોકોના મોત થયા છે. જ્યારે વૃદ્ધાશ્રમોમાં 429 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં 1 લાખ 79 હજારથી વધુ સંક્રમિત છે. ફ્રાન્સે તેની સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે બે મહિનાથી લાગુ લોકડાઉનના નિયમોમાં ઢીલ આપી છે. અહીં કેટલીક આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાની પરવાનગી છે. સ્વાસ્થ્ય મંત્રી ઓલીવર વીરને કહ્યું કે 10થી 15 દિવસ દરમિયાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બાદમાં આગળની રણનીતી પર વિચાર કરવામાં આવશે.

ઈટાલીઃ નવા મામલાઓ અને મોતોના આંકડામાં ઘટાડો 

ઈટાલીમાં પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી તેના એક દિવસ પહેલા જ દેશમાં સૌથી ઓછા 145 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડો લોકડાઉન બાદ સૌથી ઓછો છે. અહીં પ્રત્યેક દિવસે થતા મોતના આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે 24 કલાકમાં 675 નવા કેસ મળ્યા છે. આ આંકડો 4 માર્ચ બાદ સૌથી ઓછો છે. એક દિવસ પહેલા શનિવારે અહીં 875 નવા કેસ મળ્યા હતા, જ્યારે 153 મોત થયા હતા. સોમવારેથી દેશમાં 10 સપ્તાહથી ચાલી રહેલા લોકડાઉનમાં સૌથી મોટી રાહત આપવામાં આવશે. દુકાન, રેસ્ટોરન્ટ, સલુન અને બીચ ખોલવામાં આવશે.

બ્રાઝીલઃ 16 હજારથી વધુ લોકોના મોત

બ્રાઝીલમાં 24 કલાકમાં 485 મોત થયા છે. અહીં મૃતકોની સંખ્યા 16 હજાર 118 એ પહોંચી ગઈ છે. એક દિવસમાં 7,938 નવા મામલાઓ પ્રકાશમાં આવવાની સાથે જ કુલ સંખ્યા 2 લાખ 41 હજાર 80 થઈ છે. બ્રાઝીલમાં સંક્રમણના નવા મામલાઓ અને મરનારાઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. સંક્રમણના મામલામાં બ્રાઝીલ અમેરિકા, રશિયા, સ્પેન અને બ્રિટન બાદ પાંચમાં ક્રમે પહોંચ્યું છે.

ચીનઃ સતા નવા મામલાઓ

ચીનમાં 24 કલાકમાં સાત નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન 11 દર્દીઓ સાજા થયા છે. દેશમાં એક સપ્તાહથી કોઈનું મોત થયું નથી. ચીનના નેશનલ હેલ્થ કમિશને સોમવારે જણાવ્યું કે સાત નવા મામલાઓમાં ચાર બહારથી આવેલા લોકો પણ સામેલ છે. ચીનમાં બહારથી આવેલા 1704 લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. જિલિન પ્રાંતમાંથી બે, જ્યારે શંઘાઈમાંથી એક મામલો પ્રકાશમાં આવ્યો છે. દેશમાં લોકો 82,954 સંક્રમિત થયા છે, જ્યારે 4633 લોકોના મોત થયા છે.

જર્મનઃ 300 દેખાવકારની ધરપકડ

જર્મન પોલીસે દેશમાં લાગેલા પ્રતિબંધોની વિરુદ્ધ દેખાવો કરી રહેલા 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા. આ પૈકીના બે ફરાર છે. બર્લિનમાં શનિવારે 19 દેખાવો થયા હતા અને 21 રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક સભામાં 50થી વધુ લોકોને સામેલ થવાની પરવાનગી હતી. દેખાવકારો સાથેની ઝપાઝપીમાં પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. એક અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

ઈઝરાઈલઃ સંક્રમણના 9 મામલાઓ મળ્યા

ઈઝરાઈલમાં 24 કલાક દરમિયાન 100 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના 16,167 મામલાઓની પુષ્ટિ થઈ છે. જ્યારે 272 લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ ગત ગુરુવારે તે ક્ષેત્રોમાં સ્કૂલોને બીજી વખત ખોલવાની જાહેરાત કરી હતી, જ્યાં સંક્રમણના મામલાઓ ઓછા છે. બાદમાં રવિવારે કેટલાક વિસ્તારોમાં સ્કૂલો ખોલવામાં આવી હતી. અહીં 20 મેથી લોકોને બીચ પર જવાની પરવાનગી આપવામાં આવશે.

પોર્ટુગલઃ 31 મે સુધી ઈમરજન્સી વધારવામાં આવી

યુરોપીય દેશ પોર્ટુગલમાં ઈમરજન્સીને 31 મે સુધી વધારવામાં આવી છે. મંત્રી પરિષદે એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રીય ઈમરજન્સીને વધારવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી દેશમાં સંક્રમણનો પ્રસાર ઓછો કરવા અને આર્થિક ગતિવિધિઓને શરૂ કરવામાં મદદ મળશે. આ દરમિયાન દેશમાં સંક્રમણની સ્થિતિ સિવાય સામાજિક અને આર્થિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ આગળની રણનીતી બનાવવામાં આવશે. અહીં 18 માર્ચે પ્રથમ વખત ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, જેને અત્યાર સુધીમાં બે વખત લંબાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here