કોરોના વિશ્વમાં 3.41 કરોડ કેસ : ઈઝરાયલમાં લોકો પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન નહીં કરી શકે, નવો કાયદો બનાવાયો.

0
0

વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 3.41 કરોડથી વધારે થઈ ગઈ છે. સાજા થનાર દર્દીઓની સંખ્યા 2 કરોડ 54 લાખ 20 હજારથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. મૃત્યુઆંક 10.18 લાખને પાર કરી ગયો છે. આ આંકડાં www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. ઈઝરાયલમાં લોકો પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન નહીં કરી શકે, સરકારે નવો કાયદો બનાવાવ્યો છે.

ઈઝરાયલ: સરકાર કડક થઈ

ઈઝરાયલમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવાનું છે કે સરકાર કોરોના વાઈરસને અટકાવવાના નામે પ્રતિબંધો લગાવી રહી છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના રાજીનામાની માંગ કરાઈ રહી છે. પરંતુ સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. સંસદમાં કાયદો પાસ કર્યો છે, જે મુજબ વિરોધ પ્રદર્શન ગેરકાયદેસર હશે અને આવા લોકોની ધરપકડ કરી શકાશે.

નવા કાયદા મુજબ વ્યક્તિ એક કિલોમીટરની હદ બહાર પણ જઈ શકશે નહીં. 20થી વધારે લોકો એક જગ્યાએ ભેગા નહીં થઈ શકે. સરકારનું કહેવું છે કે જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યા સુધી સંક્રમણના બીજા તબક્કાનું જોખમ છે. કડક કાર્યવાહી જરૂરી છે.

સ્પેન: મેડ્રિડ લોકડાઉન તરફ

સ્પેનની રાજધાની મેડ્રિડમાં સરકારે અમુક હોટસ્પોટ્સની ઓળખ કરી છે. સરકારનું કહેવું છે કે અહીં લોકડાઉન લાગુ કર્યા વગર સંક્રમણને અટકાવવું શક્ય નથી. સ્થાનિક તંત્ર અને લોકો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે બે સપ્તાહમાં અહીં 33 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ 7.69 લાખ કેસ નોંધાયા છે અને 31 હજાર 791 લોકોના મોત થયા છે.

સ્પેન: બિઝનેસમાં નુકસાનને જોખમ

સ્પેન સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલા ભરાશે. સરકારનું આ નિવેદન મેડ્રિડ લોકલ એડમિનિસ્ટ્રેશને આપેલા નિવેદન પછી આવ્યું છે. જેમા કહેવાયું હતું કે કેન્દ્ર સરકારના પગલાથી પાટા ઉપર આવી રહેલા બિઝનેસને નુકસાન થઈ શકે છે.

સાઉથ કોરિયા: સરકારે કહ્યું- સોશિયલ ડિસ્ટેંસિંગ જરૂરી

સાઉથ કોરિયામાં સોમવારે 39 કેસ નોંધાયા છે. જોકે કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સરકારે કહ્યું છે કે સોશિયલ ડિસ્ટેંગિંસ જરૂરી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ રજાઓમાં લાખો લોકોએ ફરવાનો પ્લાન બનાવી લીધો છે. તેનાથી મહામારીનું જોખમ વધશે. દેશમાં અત્યાર સુધીમાં 23 હજાર 889 કેસ નોંધાયા છે અને 407 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here