કોરોના દુનિયામાં 3.44 કરોડ કેસ : 77.81 લાખથી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી, તેમાં 99% દર્દીઓમાં સામાન્ય લક્ષણ, 1%ની હાલત ગંભીર.

0
7

દુનિયામાં કોરોનાના કેસનો આંક 3.44 કરોડથી વધુ પહોચ્યો છે. જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા 2 કરોડ 56 લાખ 49 હજાર 759થી વધુ છે. મૃત્યુઆંક 10.27 લાખને પાર થઈ ગયો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

હાલમાં 77 લાખ 81 હજાર 784 એક્ટિવ દર્દીઓ છે. એટલે કે આ દર્દીઓ હજી સારવાર હેઠળ છે. જેમાં 99% એટલે 77 લાખ 81 હજાર 784 દર્દીઓમાં સંક્રમણના સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. જ્યારે 1% એટલે કે 66,054 દર્દીઓની હાલત ગંભીર છે. તેમાં પણ સૌથી વધુ 14,190 ગંભીર દર્દી અમેરિકા અને 8,944 ભારતમાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયાને સંક્રમણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ મળ્યા છે. બંનેને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગુરુવારે ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર હોપ હિક્સને સંક્રમણ લાગ્યું હતું. ગત દિવસોમાં તેમણે રાષ્ટ્રપતિ સાથે ઘણા પ્રવાસ કર્યા હતા. આ પછી રાષ્ટ્રપતિ અને તેમની પત્નીનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ફ્રાન્સ : પેરિસમાં રેસ્ટોરંટ્સ બંધ થશે
ફ્રાન્સમાં સંક્રમણની બીજી લહેર સરકાર પર ભારે પડી રહી છે. તેને જોતાં હવે પેરિસમાં તમામ રેસ્ટોરંટ્સ અને બારને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ માટે રવિવાર સુધી રાહ જોવામાં આવશે. જો સંક્રમણનો દર ઘટતો નથી, તો મહત્તમ એલર્ટનું સ્તર જાહેર કરતાં અહી બધી બિન-જરૂરી દુકાન અને મોલ્સ પણ બંધ કરવામાં આવશે. ફ્રાન્સના આરોગ્ય પ્રધાન ઓલિવર વેરન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં કુલ 13 હજાર 970 કેસ સામે આવ્યા છે. બુધવારે 12 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

ઈટલી : અહિયાં પણ સ્થિતિ બગડી છે
એપ્રિલ બાદ ઈટલીમાં પણ પહેલી વખત એક જ દિવસમાં 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે અહિયાં કુલ 2 હજાર 548 લોકો પોઝિટિવ મળ્યા. આ દરમિયાન સરકારે જણાવ્યું હતું કે, પરિસ્થિતિને જોતા, રાજ્યની ઈમરજન્સી, એટલે કે, રાષ્ટ્રીય કટોકટી જાન્યુઆરી સુધી વધારવામાં આવી રહી છે. વડાપ્રધાન ગિસેપ કોન્ટેએ કહ્યું- અમે સંસદમાં ઠરાવ લાવવા જઈ રહ્યા છીએ. પરિસ્થિતિ વધુ સારી નથી, તેથી સરકાર પાસે ઇમરજન્સીમાં વધારો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આ સ્થિતિ આખા યુરોપની સામે છે.

ઇઝરાયલમાં લોકો દ્વારા વિરોધ
ઇઝરાયલમાં છેલ્લા કેટલાક દિવસમાં લોકો પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર કોરોના વાયરસ અટકાવવાના નામ પર મનફાવે તેમ પ્રતિબંધ લગાવી રહી છે. વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના રાજીનામાંની માંગ કરવામાં આવી રહી છે. પણ, સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. સંસદમાં એક કાયદો પાસ કરવામાં આવ્યો છે. આ કાયદા દ્વારા વિરોધ પ્રદર્શન કરવું ગેરકાયદેસર અને પ્રદર્શંકારીઓની ધરપકડ કરવામાં આવશે. નવા કાયદા મુજબ લોકો એક કિલોમીટરથી વધુની યાત્રા પણ નહીં કરી શકાય. આ ઉપરાંત 20થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. સરકારનું કહેવું છે કે વેક્સિન હજી સુધી આવી નથી અને સંક્રમણની બીજી લહેરનો ખતરો છે.

સ્પેન : મેડ્રિડ લોકડાઉન તરફ
સ્પેનની રાજધાની મેડ્રિડમાં સરકારે કેટલાક હોટસ્પોટની ઓળખ કરી છે. સરકારનું કહેવું છે કે લોકડાઉન લગાવ્યા વિના સંક્રમણને રોકાવું આસાન નથી. પહેલા સ્થાનિક તંત્ર અને લોકો કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. પણ, સરકારના કડક વલણને જોતાં તેઓ હવે પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર થઈ ગયા છે. કેરાં કરનારી વાત તે છે કે બે સપ્તાહમાં અહિયાં 1 લાખ 33 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને સરકાર પણ વધતાં કેસને લઈને ચિંતિત છે. આરોગી મંત્રી સાલ્વાડોરે કહ્યું- મેડ્રિડની હેલ્થ તે સ્પેનની હેલ્થ છે. અમે નિયમોની નવી યાદી તૈયાર કરી લીધી છે અને જલ્દી જ તેને લાગુ કરીશું. જો ન્કે બહારથી આવનાર લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here