પ્રાંતિજ : બાલીસણા ગામે આરોગ્યકર્મી ઉપર હુમલો કરનાર 3 આરોપીઓને પાસા હેઠળ જેલની સજા.

0
37

સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામે ધરે તપાસ અર્થે આવેલ આરોગ્ય કર્મચારી ને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણેય આરોપીઓને આજે પાસા હેઠળ અલગ અલગ જિલ્લાઓની જેલો માં મોકલી આપવામાં આવ્યા.

જિલ્લા કટલેટર દ્વારા તાત્કાલિક સજા ફટકારી અમલવારી.
ત્રણેય આરોપીઓને અલગ અલગ જિલ્લાઓની જેલોમા મોકલી આપ્યા.
વડોદરા, સુરત તથા રાજકોટ જેલમા મોકલી આપ્યા.
કોરોના કહેર વચ્ચે સેવા આપી રહેલ કર્મચારીઓ ઉપર હુમલો થશે તેવા આરોપીઓની હવે ખેર નહી.

પ્રાંતિજ ના બાલીસણા ગામમાં હાલ કોરોના ને લઇને અમદાવાદ થી આવતા યુવકની તપાસ અર્થે ફરજના ભાગરૂપે આરોપીઓના ધરે ગયેલ આરોગ્યકર્મી જયદિપ કુમાર રમણભાઈ પરમાર ને અમદાવાદથી આવેલ ગૌતમભાઇ શંકરભાઇ પરમાર તથા અન્ય બે આરોપી શંકરભાઇ જેઠાભાઈ પરમાર અને બળદેવભાઇ જેઠાભાઇ પરમાર દ્વારા ફરીયાદી આરોગ્ય કર્મચારીને કહુ કે તુ અહીથી જતો રહે નહી તો જોવા જેવી થશે તેમ કહેતા આરોપી ગૌતમભાઇ શંકરભાઇ પરમાર દ્વારા તપાસમાં ગયેલ આરોગ્ય કર્મચારીને મોઢા ઉપર થપ્પડો મારી આરોપી શંકરભાઇ પરમાર તથા બળદેવભાઇ દ્વારા ઉપરાણું લઈને આવી બિભત્સ ગાળો બોલી હવે ફરીથી અમારા ધરે આવીશ તો તને જીવતો નહી જવા દઇએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

 

તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂધ્ધ ૨૧ |૪ |૨૦૨૦ ના રોજ ફરીયાદ નોધાઇ હતી. જેમાં પ્રાંતિજ પોલીસ દ્વારા ત્રણેય ની અટકાયત કરાઈ હતી તો જિલ્લા કલેક્ટર સી. જે. પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણેયને સજા સુનાવણી હાથ ધરાતા ત્રણેય આરોપીઓને પાસા હેઠળ જિલ્લા બહાર અલગ અલગ જેલ માં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં ગૌતમભાઇ શંકરભાઇ પરમાર ને વડોદરા તથા શંકરભાઇ જેઠાભાઈ પરમાર ને સુરત તથા બળદેવભાઇ જેઠાભાઇ પરમાર ને રાજકોટ ખાતે આવેલ જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં .

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here