ભાજપના 3 ઉમેદવારની જીત, કોંગ્રેસના શક્તિસિંહનો વિજય – ભરતસિંહ સોલંકીનો પરાજય

0
9

ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, અમીનની જીત, કોંગ્રેસના શક્તિસિંહનો વિજય-ભરતસિંહની હાર

આખરે ગુજરાત રાજ્યસભાની ચારેય સીટના પરિણામ આવી ગયા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે. ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે.

  • રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય ઉમેદવારની જીત
  • નરહરિ અમીન, રમીલાબહેન બારા, અભય ભારદ્વાજની જીત 
  • કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલની જીત, ભરતસિંહ સોલંકીની હાર
  • ભાજપના અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને 36-36 મત જ્યારે નરહરિ અમીનને 32 મત મળ્યા
  • કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને 36 મત અને ભરતસિંહ સોલંકીને 30 મળ્યા

ભાજપના અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને 36-36 મત જ્યારે નરહરિ અમીનને 32 મત મળ્યા છે. મતદાન બાદ નરહરિ અમીનને જીત માટેબે મત ઘટતા હોવાથી ભાજપના વિજેતા ઉમેદવારના બે મત ટ્રાન્સફર કરતાતેમની જીત થઈ હતી.તેમજ કોંગ્રેસના વિજયી ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને 36 મત અને પરાજીત ઉમેદવાર ભરતસિંહ સોલંકીને 30 મળ્યા છે. તેમને જીત માટે 34 મતની જરૂર હતી.જો કે NCPમાંથી કાંધલ જાડેજાનો મત મળ્યો હતો. પરંતુ BTPએ કોંગ્રેસને 2 મત ન આપીને અમીનને જીતાડવામાં મદદ કરી હતી. જ્યારે કોંગ્રેસના 8 ધારાસભ્યના રાજીનામા ભરતસિંહ સોલંકીની હાર માટે જવાબદાર પૂરવાર થયા છે.

ઉલ્લેખનીય છે કે, આજરોજ ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે યોજાયેલા મતદાનમાં ભાજપ-કોંગ્રેસે બંન્ને પક્ષોએ પોતાના ઉમેદવારના જીતની આશા વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપના અભય ભારદ્વાજ, નરહરિ અમીન તથા રમિલાબેનની જીત થઇ છે. તો કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પૈકી શક્તિની જીત્યા હતા.

પાંચ વાગ્યે રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી થવાની હતી. પણ તે સમયે કોંગ્રેસ દ્વારા ભાજપના બે ધારાસભ્યોના મત મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કેસરીસિંહના મતને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. ભૂપેન્દ્રસિંહની મેટર સબજ્યુડિશિયલ હોવાનો અને કેસરીસિંહની તબિયત નાદૂરસ્ત હોવાને કારણે તેઓનાં મત ન ગણવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.

આ ચૂંટણીમાંભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે BTP(ભારતીય ટ્રાઈબલ પાર્ટી) મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી હતી અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે.