રાજકોટ : અમરેલીમાં 3, બોટાદમાં 3, ભાવનગરમાં 1, જામનગરમાં 5 અને રાજકોટમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા

0
0

કોરોનાનાં કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં ગત મોડી રાતે 5 અને રાજકોટમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

અમરેલી જિલ્લામાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. લાઠીમાં પિતા-પુત્રને અને સાવરકુંડલામાં 57 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાઠીના વાલ્મિકીનગરમાંં પિતા-પુત્રને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઇ હતી.

ભાવનગરમાં 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો

હાદાનગર  સત્યનારાયણ સોસાયટીમાં રહેતાં વિજયસિંહ ભરતભાઇ ડોડીયા (ઉં.વ.22)ને કોરોનાના લક્ષણો જણાતાં સર.ટી.હોસ્પિટલમાં દાખલ થયા અને તેમનું સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બોટાદ જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ જિલ્લાનાં બરવાળામાં 40 વર્ષીય પુરુષ અને ગઢડાના રોજમાળ ગામે રહેતાં 39 વર્ષીય અને 42 વર્ષીય પુરુષના સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા ત્રણેયના રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

રાજકોટમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા

રાજકોટમાં ગત મોડી રાતે 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. ઓમ નગર શેરી નંબર 3માં રહેતા બીનાબેન અજયભાઈ મોલિયા (ઉં.વ.-23)નો અને રૈયા રોડ પર પર અમરનાથ એપાર્ટમેન્ટમાં રહેતા સંદિપ નાથાભાઈ મકવાણા  (ઉં.વ.-44)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. હાલ આરોગ્ય વિભાગે 19 લોકોને ક્વોરન્ટીન કર્યા છે. આમ રાજકોટ શહેરમાં કુલ 129 કેસ નોંધાયા છે. જેમાંથી 4નાં મોત, 103 ડિસ્ચાર્જ અને 22 દર્દી સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here