જેટ એરવેઝમાં 3 કંપનીઓએ રસ દાખવ્યો, એતિહાદ હિન્દુજા દૂર રહ્યા

0
35

દિલ્હી: જેટ એરવેઝના ઋણદાતાઓને એરલાઇનના હિસ્સાના વેચાણ માટે માત્ર ત્રણ કંપની તરફથી બીડ મળી છે. એરલાઇન્સના ઇક્વિટી પાર્ટનર એતિહાદ એરવેઝે બોલી રજૂ કરવાની છેલ્લી તારીખ પછી પણ બોલી રજૂ કરી નહોતી. જેટ એરવેઝમાં ઇતિહાદ એરવેઝનો 24 ટકા હિસ્સો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેન્કને ત્રણ કંપનીઓ તરફથી બીડ પ્રાપ્ત થઈ છે. આમાંથી બે ફાઈનાન્સ કંપનીઓ છે જ્યારે એક વૈશ્વિક વિમાન કંપની છે. બેંકના એક સૂત્રે જણાવ્યું હતું કે, ત્રણ બિડ મળી છે, પરંતુ ઇતિહાદ એરવેઝે આ વખતે બોલી લગાવી નથી.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં રસ દાખવનારા હિન્દુજા ગ્રૂપે પણ બિડ રજૂ કરી નથી. સોલ્યુશન પ્રોફેશનલ આશિષ છાવછારિયા આ ત્રણ બીડની સમીક્ષા કરશે. ગયા મહિને, છાવછારીયાએ એરલાઇનમાં હિસ્સો વેચવા માટે બીડને આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રોકડ સંકટને કારણે જેટ એયરવેઝની સેવાઓ એપ્રિલના મધ્યભાગથી સ્થગિત કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here