Tuesday, April 16, 2024
Homeભારતમાં 3 કંપનીને વેક્સિનેશન માટે મંજૂરી મળે તેવી શક્યતા, 1 કરોડ હેલ્થ...
Array

ભારતમાં 3 કંપનીને વેક્સિનેશન માટે મંજૂરી મળે તેવી શક્યતા, 1 કરોડ હેલ્થ વર્કર્સના વેક્સિનેશનથી શરૂઆત થશે.

- Advertisement -

દેશમાં કોરોના વેક્સિનને લઈ ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે કેટલીક વેક્સિન કંપનીઓને આગામી કેટલાક સપ્તાહમાં લાઈસન્સ આપવામાં આવી શકે છે. સીરમ, ભારત બાયોટેક અને અમેરિકાની કંપની ફાઈઝરે ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવા અરજી કરેલી છે. સરકારનું કહેવું છે કે ત્રણેય અથવા આ ત્રણ પૈકી કોઈ એક કંપનીને ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવી શકે છે.

સરકારે કહ્યું છે કે શરૂઆતી તબક્કામાં એક કરોડ ફ્રન્ટ લાઈનર વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. વર્તમાન કોલ્ડ ચેઈનમાં 3 કરોડ વેક્સિન સંગ્રહ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત કો-વિન સોફ્ટવેર પર ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સના ડેટા પણ અપલોડ કરવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ વેક્સિન ઉત્પાદકો તથા વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હતી. દેશમાં અત્યારે 6 કરોડ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના તબક્કા હેઠળ છે.

કુલ કેસ પૈકી 54 ટકા કેસ 5 રાજ્યમાંથી

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસ પૈકી 54 ટકા કેસ ફક્ત 5 રાજ્યમાંથી છે. અહીં આ રાજ્ય મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને દિલ્હી છે. તેમણે કહ્યું કે અમને વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળી જશે એટલે અમે વેક્સિનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરશું. ભૂષણે જણાવ્યું કે અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અમે વેક્સિનના ઉત્પાદન અને તે દરેક વ્યક્તિ સુધી જલ્દી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરી લીધી છે.

દેશમાં એક્ટિવ કેસ 4 લાખથી ઓછા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે દેશમાં એક્ટિવ કેસ 4 લાખથી ઓછા થઈ ગયા છે. તે કુલ સંક્રમિતોના માંડ 6.5 ટકા છે. કેસ પોઝિટિવિટી રેટ પણ સતત ઘટી રહ્યો છે. રાજેશ ભૂષણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પણ ભારતમાં સપ્ટેમ્બરના મધ્ય ભાગથી સતત તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 97.03 લાખ કેસ આવી ચુક્યા છે. આ પૈકી 91.78 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે અને 1.40 લાખ દર્દીના મૃત્યુ થયા છે. 3.82 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

5 મહત્વની વેક્સિનની સ્થિતિ

વેક્સિન સ્થિતિ ક્યારે આવશે/શુ ચાલી રહ્યું છે કિંમત પ્રતિ ડોઝ
મોર્ડના (અમેરિકા) ઈમર્જન્સી યુઝની તૈયારી, 94.5% સુધી અસરકારક આ મહિને આવી શકે છે રૂપિયા 1850-2750
ફાઈઝર (અમેરિકા) ઈમર્જન્સી યુઝની મંજૂરી માંગી, 95% સુધી અસરકારક ઈમર્જન્સી મંજૂરી માંગી રૂપિયા 1450
ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા (બ્રિટન) UK-બ્રાઝીલમાં પરીક્ષણોમા ં90% સુધી અસરકારક ઈમર્જન્સી મંજૂરી માંગી રૂપિયા 500-600
કોવેક્સિન (ભારત) ત્રીજો ટ્રાયલ શરૂ આશરે 26 હજાર લોકો પર ટ્રાયલ થશે
સ્પુતનિક (રશિયા) બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ ચાલી રહ્યા છે બે ડોઝની રસી આપવામાં આવશે હજુ નક્કી નથી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular