વેક્સિનનો ડર દૂર કરશે 3 પૂર્વ પ્રેસિડેન્ટ્સ : બુશ, ક્લિન્ટન અને ઓબામાનું લાઇવ વેક્સિનેશન થશે, બાઇડન તથા કમલા હેરિસ પણ તૈયાર

0
3

બ્રિટનમાં કોરોના વેક્સિનની મંજૂરી આપી દેવાઈ છે. અમેરિકામાં ઝડપથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું અપ્રૂવલ મળી શકે છે. અમેરિકાના 3 પૂર્વ પ્રેસિડેન્ટ્સે નિર્ણય કર્યો છે કે તેઓ ટીવી પર લાઈવ ઈવેન્ટમાં વેક્સિન લગાવી શકે છે, જેની કવાયતનો હેતુ લોકોમાં વેક્સિન અંગેની આશંકાઓ અને ડરને દૂર કરવાનો છે.

બીજી બાજુ, પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન અને વાઈસ-પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જેવી જ વેક્સિનને અપ્રૂવલ મળશે એને જરૂર લગાવડાવશે. ખાસ વાત તો એ છે કે આ બાબતમાં હજુ સુધી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ બોલ્યા નથી.

બાઇડન અને હેરિસ વેક્સિનેશન માટે તૈયાર

‘ધ ગાર્જિયન’ના એક રિપોર્ટ પ્રમાણે, વાઈસ-પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે એ આશંકાઓ અંગે જવાબ આપી દીધો છે કે જેવી વેક્સિનને મંજૂરી મળશે તો હું એને લગાવીશ. અમે બસ, FDAની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ.

જોઇન્ટ ઈન્ટરવ્યુ

ગુરુવારે બાઈડન અને હેરિસે CNNના જેક ટેપર શોમાં ભાગ લીધો અને એ વખતે તેમણે ઘણા મહત્ત્વના સવાલોના જવાબ આપ્યા. બાઈડને પણ સ્પષ્ટ કરી દીધું કે તેઓ વેક્સિન માટે પૂરી રીતે સંતુષ્ટ છે અને એ એકદમ સુરક્ષિત હશે. બાઈડને કહ્યું હતું કે હું વેક્સિન લગાવવા માટે એકદમ તૈયાર છું. હું ઈચ્છું છું કે, હું આ વેક્સિન બધાની સામે લગાવું. એના વિશે તમે બધા ડર અને આશંકાઓ ના રાખશો.

ત્રણ પૂર્વ રાષ્ટ્રપતિ વેક્સિનેશન માટે તૈયાર

અમેરિકાના ત્રણ પૂર્વ પ્રેસિડેન્ટ્સ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ જુનિયર અને બરાક ઓબામાએ કહ્યું હતું કે તેઓ ટીવી પર લાઈવ ઈવેન્ટ દરમિયાન વેક્સિનેશન કરાવશે. ત્રણેયે કહ્યું હતું કે તેઓ માત્ર એ વાતની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે FDA વેક્સિનને મંજૂરી આપશે. ત્રણેય આ વાત CNNના એ શોમાં કહી છે, જેમાં બાઈડન અને હેરિસ પણ હાજર હતાં.

એક સવાલના જવાબમાં બાઈડને કહ્યું હતું કે અમેરિકાનું દરેક રાજ્ય ઈચ્છે છે કે વેક્સિન પહેલાં એને આપવામાં આવે, પણ હું પોતે આ વેક્સિનને લગાવવા માટે રાહ જોઈ રહ્યો છું. મેં મારા પૂર્વ રાષ્ટ્રપતિઓ પાસેથી આ જ શીખ્યું છે કે જવાબદારી નિભાવવાથી પીછેહઠ ન કરવી જોઈએ.

અત્યારસુધીમાં અપ્રૂવલ નથી મળ્યું

ક્લિન્ટન, બુશ, ઓબામા, બાઈડન અને હેરિસ ભલે વેક્સિન લગાવવા માટે તૈયાર હોય, પણ વાસ્તવિકતા તો એ છે કે અમેરિકામાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને અત્યારસુધીમાં કોઈ વેક્સિનને અપ્રૂવલ એટલે કે મંજૂરી આપી નથી, એટલે કે આના માટે આ નેતાઓએ રાહ જોવી પડશે. બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકામાં ઘણા લોકોએ બ્રિટનની વેક્સિન અપ્રૂવલને ઉતાવળમાં જાહેર કરી દીધી છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહે અથવા આગામી સપ્તાહે અમેરિકામાં ફાઈઝરની વેક્સિનને મંજૂરી મળી શકે છે.

આ કવાયતનું કારણ શું છે

ગત મહિને સર્વે એજન્સી ગૈલપે એક પોલ કર્યો હતો, જેમાં અમેરિકન લોકોને વેક્સિન અંગે અમુક સવાલો કરવામાં આવ્યા હતો. સર્વેમાં ભાગ લેનારા લગભગ 40% અમેરિકન લોકોએ કહ્યું હતું કે તેમને વેક્સિન અંગે અમુક ડર અને આશંકાઓ છે. આ લોકોને આશંકા છે કે એની આડ અસર અને ગંભીર રિએક્શન પણ હોઈ શકે છે. બાઈડન અને હેરિસ આ ડરને બધાના સહયોગથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહે FDA વેક્સિનને મંજૂરી આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here