કેળા, દહીં અને બેસનથી બનેલા 3 હેર પેક ખરતા વાળની સમસ્યા ઘટાડશે અને ડેન્ડ્રફ જેવી ​​સમસ્યાને દૂર કરવા મદદરૂપ થશે

0
5

આપણે બધા વાળની સંભાળને સરળ રીતે કરવા માગીએ છીએ પરંતુ તેનાથી વાળને શું ફાયદો થશે અને વાળ માટે કઈ વસ્તુઓ અસરકારક છે, આ વાતો ઘણા ઓછા લોકોને ખબર છે. અહીં જણાવી રહ્યા છીએ ત્રણ હેર પેક જે તમારા ખરતા વાળની સમસ્યા ઓછી કરશે તેમજ ડેન્ડ્રફ જેવી હેર સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થશે.

કેળા અને ઈંડા

કેવી રીતે લગાવવોઃ

કેળાને મેશ કરીને ચાળણીથી ગાળી લો. તેનાથી તેના રેશા અલગ થઈ જશે. ત્યારબાદ કેળા, ઈંડા, નારિયેળ તેલ અને મધ, આ બધી વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરી લો. આ મિશ્રણને વાળ અને સ્કેલ્પ પર ઉપરથી નીચેની તરફ લગાવવો. તેને લગાવ્યા બાદ વાળને શાવર કેપથી ઢાંકી લો જેથી તેનો સંપૂર્ણ ફાયદો વાળને મળે. તેને 15 મિનિટ લગાવ્યા બાદ વાળને ધોઈ લો.

કેમ લગાવવોઃ વાળ મજબૂત અને જાડા થશે. વાળમાં ચમક રહેશે.

દહીં અને મધ

કેવી રીતે લગાવવો

1 કપ દહીં, 1 મોટી ચમચી એપલ સાઈડર વિનેગર અને 1 મોટી ચમચી મધને મિક્લ કરી લો. તમારા વાળાના મૂળમાં આ પેકને લગાવવો અને 15 મિનિટ સુધી વાળમાં રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી વાળને ધોઈ લો.

ફાયદોઃ વાળ મુલાયમ થશે. ડ્રેન્ડ્રફ દૂર થશે અને હેર ફોલથી છૂટકારો મળશે.

બેસન-બદામ હેર પેક

કેવી રીતે લગાવવો

એક બાઉલમાં ત્રણ ચમચી બેસન, 1 ચમચી બદામ પાઉડર, 1 વિટામિન ઈ કેપ્સ્યુલ અને 1 ચમચી જૈતૂનનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમારા વાળમાં લગાવવો. જ્યારે પેસ્ટ સૂકાઈ જાય તો વાળને પાણીથી ધોઈ લો. આ પેકને સપ્તાહમાં બે વખત લગાવવો.

ફાયદોઃ હેર ફોલની સમસ્યા ઓછી થશે. વાળ જાડા અને મુલાયમ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here