રાજકોટમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 3, દીવમાં 2 અને ઉનાનાં દેલવાડામાં 1 કોરોના પોઝિટિવ કેસ,

0
0

રાજકોટમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 3, દીવમાં 2 અને ઉનાનાં દેલવાડામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં એક 35 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવનાં સંપર્કમાં આવેલા લોકોને  ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં પતિ-પત્ની સહિત 3 કેસ પોઝિટિવ, એકનું મોત

ભાવનગરમાં અમદાવાદથી આવેલા પતિ-પત્ની સહિત 3 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના જોધપુર સેટેલાઈટ રોડ પર રહેતા ગીતાબેન વિનોદભાઈ કંસારા (ઉંમર-64), અમદાવાદા ઘાટલોડીયામાં રહેતા પતિ-પત્નિ નિકુંજ કૌશિકભાઈ આચાર્ય (ઉંમર-31) અને ગુંજન નિકુંજભાઈ આચાર્ય (ઉંમર-31)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઉમરાળાના લીમડા ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ ઝાલા (ઉંમર-35)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેનુ આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

રાજકોટમાં કોરોનાના 3 કેસ પોઝિટિવ 

રાજકોટમાં ગત મોડી રાત્રે 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ આજે સવારે વધુ એક કેસ પોઝિટવ આવતા કુલ 3 કેસ નોંધાય છે. રૈયા રોડ પર આવેલા પ્રગતિ નગરમાં રહેતા 19 વર્ષીય પ્રસન્ન વણઝારાનો, હાથીખાના શેરી નં 8માં રહેતા 58 વર્ષીય ઝરીનાબેન લાખાણીનો અને કુવાડવા રોડ પર આવેલ ત્રિ-મંદિર નજીક રહેતા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ 13 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ 152 કેસ પોઝિટિવ નોંધાયા છે.

જામનગરમાં 2 કેસ પોઝિટવ નોંધાયા

જામનગરમાં આજે વધુ બે કેસ પોઝિટિવ નોંધાય છે. ફલ્લા ગામની 43 વર્ષીય મહિલાનો અને લાલપુર ગામના 50 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટવ નોંધાયો છે.

દીવમાં 2 કેસ અને ઉનામાં 1 કેસ પોઝિટિવ નોંધાયા

દીવમાં કોરોના 2 કેસ અને ઉનાનાં દેલવાડામાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. દીવમાં પ્રિયંકા બેન (ઉંમર-31) અને તેની 9 વર્ષની દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ઘોઘલાના ખીરેશ્વરના ચોરોના રહેવાસી છે. મા-દીકરી બંને ગત 10 તારીખના રોજ મુંબઈથી દીવ આવ્યા હતાં અને તેઓને ઘોઘલા સર્કિટ હાઉસમાં ફેસેલિટી કોરન્ટિન કરવામાં આવ્યા હતાં. બંને સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો એક 7 વર્ષનો પુત્ર પણ સાથે આવ્યો છે. જેને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ ઉનાનાં દેલવાડામાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here