Friday, August 6, 2021
Homeબ્રિટનમાં છરાબાજી : 3ના મોત અને 3ની સ્થિતિ ગંભીર, હુમલાની શંકામાં 25...
Array

બ્રિટનમાં છરાબાજી : 3ના મોત અને 3ની સ્થિતિ ગંભીર, હુમલાની શંકામાં 25 વર્ષના યુવકની ધરપકડ

લંડન. રીડિંગ શહેરના એક પાર્કમાં થયેલી છરાબાજીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર રીતે ઈજા થઈ છે. પોલીસે શનિવારે આ માહિતી આપી છે. આ ઘટના ‘બ્લેક લાઈવ્સ મેટર’ પ્રોટેસ્ટ સાથે જોડાયેલી ન હોવાનું કહેવાઈ રહ્યું છે. રીડિંગમાં ઘટનાસ્થળ પરથી 25 વર્ષના એક યુવકની હત્યાની શંકામાં ધરપકડ કરવામાં આવી છે. આ હુમલો ફોરબરી ગાર્ડનમાં લગભગ સાંજે 7 વાગે (ભારતીય સમય મુજબ રાતે 11.30 કલાકે) કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ ઘટના આતંક સાથે જોડાયેલી ન હોવાનું માની રહી છે. જોકે તપાસ માટે આતંકવાદ નિરોધક અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.

સુરક્ષા સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ઘટનાસ્થળ પરથી ઘરપકડ કરવામાં આવેલો યુવક લીબિયાનો હોવાનું મનાઈ રહ્યુ છે. ટેમ્સ વેલી પોલીસે ટ્વિટ કર્યું કે અમને ફોરબરી ગાર્ડનમાં ઘટનાની માહિતી મળી છે. અધકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યાં છે.

યુવકે અચાનક હુમલો કરવાનું શરૂ કર્યું

એક પોલીસ સૂત્રએ સન્ડે મિરરને જણાવ્યું કે એક માણસે ચપ્પુ કાઢ્યુ અને ક્રાઉન કોર્ટની પાસે રીડિંગમાં લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. માનવામાં આવી રહ્યું છે કે ત્યાં એક હુમલાખોર હતો, જે પોલીસ સમક્ષ સરન્ડર થઈ ગયો હતો.

હાલ આ હુમલાને આતંકી હુમલો ગણવામાં આવતો નથી

ટેમ્સ વેલી પોલીસના ડિટેક્ટિવ ચીફ ઓફ સુપરિટેન્ડન્ટે ઈયાન હંટરને કહ્યું કે તે હુમલા સંબંધમાં કોઈ અન્ય વ્યક્તિની શોધખોળ કરી રહ્યાં નથી. આ ઘટનાને હાલ આતંકી ઘટના માનવામાં આવી રહી નથી. આ ઘટના પાછળનો ઉદેશ્ય શું હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ઘટનાના ફુટેજ શેર ન કરો

પોલીસે કહ્યું છે કે કોઈની પાસે પણ હુમલાના મોબાઈલ ફુટેજ હોય તો તેઓ અમને આપે. પીડિત પરિવારોનું સન્માન કરતા તેના વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર શેર ન કરો. વડાપ્રધાન બોરિસ જોનસને ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.

ફેબ્રુઆરીમાં પણ છરાબાજીની ઘટના થઈ હતી

આ પહેલા ફેબ્રુઆરીમાં પોલીસે દક્ષિણ લંડનમાં ચપ્પાથી હુમલો કરનાર હુમલાખોરને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments