Saturday, April 20, 2024
Homeસુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર અક્સ્માતમાં 3 લોકોના મોત, એક ઘાયલ
Array

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર અક્સ્માતમાં 3 લોકોના મોત, એક ઘાયલ

- Advertisement -

લીંબડી-રાજકોટ હાઈવે ઉપર અકસ્માતમાં બે મહિલા સહિત 3ના ઘટના સ્થળે જ મોત થતા ચકચાર ફેલાઈ ગઈ હતી. આ હાઈવે હોન્ટેડ હાઈવે છે અહીં અવારનવાર આવા ગોઝારા અકસમાત થતા રહે છે.

  • સુરેન્દ્રનગર કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત
  • સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત
  • સાંગણી ગામના પાટીયા પાસે અકસ્માત

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર કારના અકસ્માતની ઘટના સામે આવી છે. કાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા.

સાંગાણી ગામના પાટિયા પાસે ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કારે પલટી મારી હતી. આ ઘટનામાં બે મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા.

બચાવ કામગીરી હાથ ધરાઈ

આ દરમિયાન અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

પોલીસ ઘટનાસ્થળે થઈ હાજર

આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular