જામનગરના કાલાવડમાં અકસ્માત થયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે. મોટી માટલીમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો છે. ત્યારે 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખસેડાયા છે.કાલાવડ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં મોટી માટલી ગામ પાસે ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. તાબડતોબ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફત જી.જી. હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં મસીતિયાના જાણીતા ધર્મગુરુ સૈયદ આમનશા સિદ્દીકમિયા બાપુનું મૃત્યુ નિયજ્યું છે. તેમજ અકસ્માતના પગલે મુસ્લિમ સમાજમાં શોકની લાગણી છવાઈ છે. અને સ્થાનિક આગેવાનો હોસ્પિટલે દોડી ગયા છે.
રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસમભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.