અમેરિકાના સિનસિનાટીમાં અનેક સ્થળે ફાયરિંગ, ૮ના મૃત્યુ

0
0

અમેરિકા ના સિનસિનાટી માં અનેક જગ્યાઓ પર ફાયરિંગની ઘટના ઘટી છે જેમાં ૧૮ લોકો તેનો ભોગ બન્યાં છે. ફાયરિંગની આ ઘટનાઓમાં ૮ લોકોના મોત થયા છે. પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એવોનડેલમાં ફાયરિંગમાં ઘાયલ ૨૧ વર્ષના એન્ટોનિયો બ્લેયરનું હોસ્પિટલમાં મોત થયું.

સહાયક પોલીસ પ્રમુખ પોલ ન્યૂડીગેટે જણાવ્યું કે શહેરના ઓવર ધ રિને વિસ્તારમાં ફાયરિંગની એક ઘટનામાં ૧૦ લોકોને ગોળી વાગી જેમાંથી એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું યારે બીજાએ હોસ્પિટલમાં દમ તોડો. તેની ઓળખ ૩૪ વર્ષના રોબર્ટ રોગર્સ અને ૩૦ વર્ષના જેકિવઝ ગ્રાન્ટ તરીકે થઈ છે.

આ ઉપરાંત પાડોશના વોલનટ હિલ્સમાં ૩ લોકોને ગોળી વાગી યારે એવન્ડેલમાં ચાર લોકોને ગોળી વાગી. મીડિયા સમૂહોએ જણાવ્યું કે એક બીજાથી લગભગ એકથી દોઢ કિલોમીટરના અંતરે આ ફાયરિંગની ઘટનાઓ થઈ છે.

ન્યૂડીગેટે કહ્યું કે આ ત્રણેય ઘટનાઓ એક બીજાથી અલગ લાગે છે પરંતુ ભયાનક છે. આ ઘટનાઓમાં કુલ ૮ લોકોના જીવ ગયા છે. યારે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત ખુબ ગંભીર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here